Morbi: ટંકારા જુગારધામમાં ગેરરીતિ મામલે DGP વિકાસ સહાયની કડક કાર્યવાહી, વાંચો આ અહેવાલ
- કમફર્ટ રિસોર્ટ હોટેલમાંથી ઝડપાયું હતું હાઈ પ્રોફાઈલ જુગારધામ
- હાઈ પ્રોફાઈલ જુગારધામ મામલે SMC ટીમનો સપાટો
- ઇન્ચાર્જ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દાહોદ બદલી કરાઈ
Morbi: ટંકારા નજીક કમફર્ટ રિસોર્ટ હોટેલમાં હાઈ પ્રોફાઈલ જુગારધામની ગુપ્ત જાણકારી મળતા ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્ય મોનિટરિંગ સેલ (SMC)ના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે. ટી. કામરીયા દ્વારા વિશેષ તપાસ કરવામાં આવી હતી. આ જુગારધામમાં ગેરરીતિ મામલે ડીજીપી વિકાસ સહાય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ટંકારા હાઈ પ્રોફાઈલ જુગારધામને લઈને સૌથી મોટા સમાચાર
જુગારધામમાં રેડ કરનાર PI Y.K ગોહિલ જ સસ્પેન્ડ
હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સસ્પેન્ડ@nirliptrai @GujaratPolice #Morbi #Tankara #Jugardham #NirliptRai #SMC #BigBreaking #GujaratFirst pic.twitter.com/8F2GGQqxUp— Gujarat First (@GujaratFirst) December 7, 2024
આ પણ વાંચો: Banaskantha: દુષ્કર્મીઓની સાન ઠેકાણે લાવવા પોલીસની આકરી કાર્યવાહી! નરાધમીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ
બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને દાહોદ બદલી કરાઈ
આ જુગારધામની વિગતવાર તપાસ દરમિયાન, ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર (PI) યાદવ કિશોર ગોહીલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યાં બાદ તેમની સસ્પેન્ડ દાહોદ બદલી કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને દાહોદ બદલી કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી કામરીયા મોરબી તપાસમાં આવ્યા હતા. તપાસમાં દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટંકારામાં ઝડપાયેલ જુગારધામમાં ગેરરીતિ થઈ હતી.
આ પણ વાંચો: Dhoraji: ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલથી દોડ્યું તંત્ર, જે.જે. કાલરિયા માધ્યમિક શાળાને લાગ્યા તાળા
આ કેસમાં સખત નિરીક્ષણ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, SMCની ટીમ દ્વારા આજે આ સંબંધિત સ્થળ પર છાપો મારવામાં આવ્યા હતા. તે સમયે, પીઆઈ ગોહીલ અને સોલંકી એ જુગાર ધંધાની જાણકારી હોવા છતાં યોગ્ય કાર્યવાહી નહીં કરવાને કારણે વિમુક્ત કરવામાં આવ્યા હતાં. તપાસ દરમિયાન, જુગારધામના પક્ષે હાજર પંચો અને સાક્ષીઓના નિવેદનો આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની સખત નિરીક્ષણ હેઠળ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગઈકાલે SMC ડીઆઇજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે. ટી.કામરીયા દ્વારા જુગારના સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ સાથે પંચો અને સાક્ષીઓના નિવેદનોની તપાસના આધારે તત્કાલીન પીઆઈ અને હેડકોન્સ્ટેબલની ગેરરીતિ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.