Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ 24 અને 25 ઓગસ્ટે અતિભારે વરસાદની શક્યતા એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી થશે ભારે વરસાદ Gujarat: હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત...
gujarat  રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આવશે ભારે વરસાદ  હવામાન વિભાગે કરી આગાહી
Advertisement
  1. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
  2. 24 અને 25 ઓગસ્ટે અતિભારે વરસાદની શક્યતા
  3. એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી થશે ભારે વરસાદ

Gujarat: હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, જૂનાગઢ, અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 ઓગસ્ટે અતિભારે વરસાદની શક્યતા છે, જેને કારણે આ વિસ્તારોમાં વરસાદના કારણે ભારે નુકસાન થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Gujarat Police : પોલીસ બેડામાં મોટા ફેરબદલ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પહેલા એકસાથે 234 PI ની બદલી

Advertisement

હવામાનમાં ફેરફાર અને વાદળછાયું વાતાવરણ

ગુરુવારે સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. 22 થી 26 ઓગસ્ટ સુધી ગુજરાત (Gujarat)માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત (Gujarat)માં લાંબા વિરામ પછી, ધીમે-ધીમે ફરી એક વાર વરસાદી માહોલ જામવા લાગ્યો છે. આગામી 24 થી 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાત (Gujarat)માં ધોધમાર વરસાદ વરસી શકે છે, જેને કારણે નદી, નાળાં અને સરોવરોમાં પાણીની સપાટી વધવાની પૂરી શક્યતા છે.

Advertisement

આ પણ વાંચો: Gandhinagar : દારૂબંધી-નશાબંધી સુધારા વિધેયક મુદ્દે BJP-Congress ના આ નેતાઓ આમને-સામને!

હવામાન નિષ્ણાતોની આગાહી અને ચેતવણીઓ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી, ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે. હવામાન નિષ્ણાતોએ આગાહી કરેલી છે કે આ દિવસોમાં લોકોએ સતર્ક રહેવું જોઈએ અને જરૂરિયાત ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું જોઈએ. તેમજ નદી કે નાળાની આસપાસના વિસ્તારોમાં ન જવાનું અનુરોધ કરાયું છે.

આ પણ વાંચો: હેલ્મેટ, ખોટી રીતે પાર્કિંગ જેવા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું તો પડશે ભારે! High Court ની સરકારને કડક સૂચના

Tags :
Advertisement

.

×