ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar news: વ્યાજખોરોને લઈ ગૃહમાં હર્ષભાઈ સંઘવીનું નિવેદન, ધારાસભ્યો વ્યાજખોરો માટે રજૂઆત ન કરે

રાજ્યમાં વ્યાજખોરો સામે ફરી કડક કાર્યવાહીનાં મુદ્દાને લઈ ગૃહમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, વ્યાજખોરો સામે પોલીસ કડક હાથે જ કામ કરશે. તેમજ તેમનો છોડાવવા કોઈ ધારાસભ્ય દ્વારા રજૂઆત ન કરવી.
06:59 PM Mar 19, 2025 IST | Vishal Khamar
રાજ્યમાં વ્યાજખોરો સામે ફરી કડક કાર્યવાહીનાં મુદ્દાને લઈ ગૃહમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, વ્યાજખોરો સામે પોલીસ કડક હાથે જ કામ કરશે. તેમજ તેમનો છોડાવવા કોઈ ધારાસભ્ય દ્વારા રજૂઆત ન કરવી.
HARSH SANGHVI First Gujarat

રાજ્યમાં વ્યાજખોરોનાં ત્રાસનાં કારણે કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. નિર્દોષ લોકોને વ્યાજખોરોની ચૂંગાલમાંથી છોડાવવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહીનાં આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી તેઓ સામે કડક કાર્યવાહી કરતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વિધાનસભા ગૃહમાં આજે ચર્ચા દરમ્યાન હર્ષભાઈ સંઘવી દ્વારા વ્યાજખોરોને લઈ મોટું નિવેદન આપ્યું હતું.

વ્યાજખોરો સામે પોલીસ કડક હાથે જ કામ લેશેઃ હર્ષભાઇ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગૃહમાં કહ્યું હતું કે, કેટલાક ધારાસભ્યો વ્યાજખોરોને છોડાવવા રજૂઆતો કરે છે. તેમજ ધારાસભ્યો વ્યાજખોરો માટે પોલીસ સમક્ષ રજૂઆત કરે છે. હું વિનંતી કરુ છું કે આવું ન કરશો. વ્યાજખોરો સામે પોલીસ કડક હાથે જ કામ લેશે. જેથી કોઈપણ ધારાસભ્યો દ્વારા વ્યાજખોરોને છોડાવવા માટે રજૂઆત કરવી નહી.

આ પણ વાંચોઃ Nadiad News: પ્રજાના કામમાં પારદર્શકતાનો ફિયાસ્કો, નડિયાદની કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા અરજદારને ધરમનાં ધક્કા

226 વ્યાજખોરો સામે 134 ફરિયાદનો નોંધવામાં આવી હતી

થોડા સમય અગાઉ નિર્દોષ લોકોને વ્યાજખોરોનાં ત્રાસમાંથી મુક્ત કરાવવાનાં ઉદ્દેશથી ગુજરાત પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં કુલ 226 વ્યાજખોરો સામે 134 ફરિયાદનો નોંધવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા 568 જેટલા લોકદરબાર પણ યોજવામાં આવ્યા હતા. જેમાં 32 હજાર જેટલા નાગરિકોએ વ્યાજખોરોનાં ત્રાસમાંથી મુક્ત થવા માટે રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ VADODARA : 12 જેટલા ગેરકાયદેસર ઢોરવાડાનો સફાયો કરતી પાલિકા

પોલીસ દ્વાલા સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી

વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા બે થી ત્રણ મહિના સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યનાં તમામ શહેર અને જીલ્લાનાં નાણાંધીરધારનો ધંધો કરનાર લોકો સામે પણ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરી હતી. આ ડ્રાઈવને લઈ પોલીસ અધિકારીઓ દ્વારા જીલ્લા કક્ષાએ લોકદરબાર પણ યોજવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Kandla Ports : ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું, ઈલેક્ટ્રોલાઈઝર્સનાં કન્સાઈનમેન્ટનું ફ્લેગ ઑફ

Tags :
against usurers ActionAssembly Budget SessionFirst GujaratFirst Gujarat NewsHarshbhai SanghviMinister of State for Home Harshbhai Sanghviusurers
Next Article