Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે સાસંદ દિનેશ મકવાણાનું નિવેદન, જાણો શું કહ્યું ?

ગાંધીનગરમાં (Gandhinagar) મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના મામલે 14 સિનિયરોને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે ત્યારે આ મામલે સાસંદ દિનેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે વિદ્યાર્થીઓને રેગીંગ ન કરવા સલાહ આપી છે. અને વિદ્યાર્થીઓએ રેગિંગ ઉપર ધ્યાન ના આપી ભણતર ઉપર ધ્યાન આપવાની જરૂર છે તેમ દિનેશ મકવાણાએ જણાવ્યું હતુ.
gandhinagar મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે સાસંદ દિનેશ મકવાણાનું નિવેદન  જાણો શું કહ્યું
Advertisement
  • ગાંધીનગર (Gandhinagar)  મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો
  • 14 સિનિયર વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ
  • ઘટના મામલે સાસંદ દિનેશ મકવાણાનું નિવેદન
  • બાળકોને રેગીંગ ન કરવા આપી સલાહ
  • વિદ્યાર્થીઓએ ભણતર ઉપર ધ્યાન આપવાની જરૂર: દિનેશભાઈ

Gandhinagar: ગાંધીનગરની (Gandhinagar) જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવાના આરોપસર કોલેજ વહીવટીતંત્રએ 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.

રેગિંગ મામલે સાસંદ દિનેશ મકવાણાનું નિવેદન

આ મામલે અમદાવાદ ગ્રામ્યના સાંસદ દિનેશ મકવાણાએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ વિદ્યાર્થીઓએ પોતાની મર્યાદામા રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ એ રેગિંગ ઉપર ધ્યાન ના આપી ભણતર ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાથી અન્ય વિદ્યાર્થી અને લોકોમાં અલગ મેસેજ જાય જે ન કરવું જોઈએ.

Advertisement

Advertisement

શું હતો સમગ્ર મામલો ?

ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવી હતી જેમાં બીજા- ત્રીજા વર્ષના 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી 'ઇન્ટ્રો' આપવાની ફરજ પાડી તેમની સાથે મજાક મસ્તી કરી માનસિક રીતે ટોર્ચર કર્યા હતા. ત્યારે પીડિત વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધિશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી જે બાદ કોલેજ સત્તાધિશોએ તપાસ કરતા બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા જવાબદાર વિદ્યાર્થીઓ સામે પગલા લીધા છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  Mehsana: બહુચરાજીમાં ભર શિયાળે ભક્તોને પીરસાયો કેરીના રસનો પ્રસાદ

Tags :
Advertisement

.

×