ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sthanik Swaraj Election Result : સાબરકાંઠામાં ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

આ વખતે ભાજપે વ્યુહરચના ગોઠવીને કોંગ્રેસનાં (Congress) ગઢને જમીન દોસ્ત કરી દીધો છે...
07:04 PM Feb 18, 2025 IST | Vipul Sen
આ વખતે ભાજપે વ્યુહરચના ગોઠવીને કોંગ્રેસનાં (Congress) ગઢને જમીન દોસ્ત કરી દીધો છે...
Sabarkantha_Gujarat_first main
  1. સાબરકાંઠામાં 3 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો (Sthanik Swaraj Election)
  2. સૌથી વધુ તલોદ નગરપાલિકામાં 22 બેઠક પર જીત મેળવી
  3. ત્રણેય નગરપાલિકાની 19 પૈકી ખેડબ્રહ્મામાં ભાજપ-17, કોંગ્રેસને 11 બેઠક મળી

Sthanik Swaraj Election Result : સાબરકાંઠા જિલ્લાની (Sabarkantha) પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના મળી 19 વોર્ડની ચૂંટણીનું મતદાન રવિવારે યોજાયું હતું. ત્યારબાદ મંગળવારે એટલે કે આજે ત્રણેય તાલુકા મથકે મતગણતરી સવારે 9 વાગે શરૂ થઈ હતી. નગરપાલિકાની સાથે જ જિલ્લાની 3, તાલુકા પંચાયતની 4 બેઠકોની પણ મતગણતરી કરાઈ હતી, જયાં તબક્કાવાર પરિણામ જાહેર થયા હતા. શરૂઆતમાં 3 નગરપાલિકામાં 19 વોર્ડમાં ઊભા રહેલ મોટાભાગનાં વોર્ડમાં ભાજપનાં (BJP) ઉમેદવારોએ સરસાઈ મેળવવાનું શરૂ કર્યું હતું, જેના લીધે ઉમેદવારો અને ટેકેદારોમાં ઉત્સાહ પ્રસરી ગયો હતો.

પ્રાંતિજ અને તાલોદ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંતિજ નગરપાલિકાનાં (Prantij) 6 વોર્ડમાં ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો છે તો સામે પક્ષે કોંગ્રેસે ફક્ત 02 બેઠક મેળવીને સંતોષ માનવો પડયો છે. જોકે, અહીં 3 અપક્ષ વિજયી થયા હોવા છતાં સતત બીજી વખત ભાજપે પ્રાંતિજ નગરપાલિકા કબ્જે કરી છે. તેજ પ્રમાણે તલોદ નગરપાલિકાનાં (Talod) 6 વોર્ડની ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં ભાજપે સૌથી વધુ 22 બેઠક જીતી છે. અહીં, કોંગ્રેસને 01 અને અપક્ષને ફાળે 01 બેઠક આવી છે, જેથી ગત ટર્મની જેમ તલોદ નગરપાલિકામાં પણ ભાજપનું શાસન રહેશે.

આ પણ વાંચો - Dinu Bogha Solanki ના કલેક્ટર પર પ્રહાર, કહું-આ મોટો ભ્રષ્ટાચારી છે..!

કોંગ્રેસનો ગઢ જમીન દોસ્ત, ભાજપે બાજી મારી

બીજી તરફ 07 વોર્ડ ધરાવતી ખેડબ્રહ્મા નગરપાલિકાનાં (Khedbrahma) સિમાચિન્હ રૂપ કહી શકાય તેવા વોર્ડ નં.1 માં વર્ષોથી કોંગ્રેસનો દબદબો હતો, ત્યાં આ વખતે ભાજપે વ્યુહરચના ગોઠવીને કોંગ્રેસનાં (Congress) ગઢને જમીન દોસ્ત કરી દીધો છે, જેના માટે વિજયી ઉમેદવારોએ કાર્યકરો અને મતદારોની મહેનતની સરાહના કરી હતી. ખેડબ્રહ્મા પાલિકાનાં તમામ વોર્ડની વાત કરીએ તો અહીં ભાજપે 28 બેઠકો પૈકી 17 બેઠક મેળવી છે. જો કે, ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો હોય તેમ 11 બેઠકો પર કોંગ્રેસે વિજય પતાકા લહેરાવવામાં સફળતા મેળવી છે. પરંતુ, ખેડબ્રહ્મા નગરપાલિકાનાં તમામ મતદારોએ અપક્ષ કે અન્ય પક્ષનાં ઉમેદવારોને ધ્યાને લીધા નથી.

આ પણ વાંચો - Sthanik Swaraj Election Result 2025: ફરી ભાજપનો ભગવો લહેરાયો,10 નપામાં ક્લિન સ્વીપ, કોંગ્રેસ-AAP નાં સૂપડા સાફ

પ્રાંતિજ નગરપાલિકા પરિણામ

કુલ વોર્ડ - 06
કુલ બેઠક - 24
ભાજપ - 19
કોંગ્રેસ - 02
અન્ય - 03
વિજેતા - ભાજપ

તલોદ નગરપાલિકા પરિણામ

કુલ વોર્ડ - 06
કુલ બેઠક - 24
ભાજપ - 22
કોંગ્રેસ - 01
અન્ય -01
વિજેતા - ભાજપ

ખેડબ્રહ્મા નગરપાલિકા પરિણામ

કુલ વોર્ડ - 07
કુલ બેઠક - 28
ભાજપ - 17
કોંગ્રેસ - 11
અન્ય - 00
વિજેતા - ભાજપ

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

આ પણ વાંચો - Gondal : સુલતાનપુર પેટા ચૂંટણીમાં BJP નાં ઉમેદવારનો 2263 મતથી ભવ્ય વિજય

Tags :
AAPBJPCongressGUJARAT FIRST NEWSGujarat PoliticsKhedbrahma ElectionLocal Body ElectionMunicipality ElectionsPrantijSabarkanthaSthanik Swaraj Election ResulttalodTop Gujarati News
Next Article