ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sthanik Swaraj Election Result : છોટા ઉદેપુરમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમત નહીં, રોચક રહ્યું પરિણામ

પહેલીવાર નપા ચૂંટણીનાં મેદાને ઉતરેલ SP એ તમામ 6 બેઠકો જીતી છે.
08:20 PM Feb 18, 2025 IST | Vipul Sen
પહેલીવાર નપા ચૂંટણીનાં મેદાને ઉતરેલ SP એ તમામ 6 બેઠકો જીતી છે.
Chhota Udepur_Gujarat_first main
  1. છોટા ઉદેપુરની નગરપાલિકા ચૂંટણીનાં પરિણામ જાહેર
  2. 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી નહીં
  3. પહેલીવાર નપા ચૂંટણીનાં મેદાને ઉતરેલ SP એ તમામ 6 બેઠકો જીતી
  4. વોર્ડ નંબર 5 નાં એક ઉમેદવાર એક મતથી વિજય થયા

છોટા ઉદેપુરની (Chhota Udepur) જનતાએ જનાદેશ આપ્યો, જેમાં એક પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે, નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ (BJP) ચૂંટાઈને આવી છે. કોંગ્રેસને (Congress) એક બેઠકથી સંતોષ માણવો પડ્યો. ત્યારે, AAP ના સૂપડા સાફ થયા છે. વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો અને કાર્યકરો, મતદારો અને સમર્થકોનો આભાર માન્યો છે. આ તબક્કે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એ ભાજપનો બોર્ડ બનશે તેવો હુંકાર ભર્યો હતો.

જનાદેશમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી

છોટાઉદેપુર નગરપાલિકાનાં (Chhota Udepur) 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીની આજે મતગણતરી છોટાઉદેપુર સરકારી પોલિટેકનિક ખાતે રાખવામાં આવી હતી, જેમાં 16 તારીખે નગરજનો દ્વારા તેઓનાં ચુકાદાને ઈવીએમ મશીનને સુપ્રત કરાયા હતા. જે આજ રોજ જાહેર થતાં 28 બેઠકો પૈકી BJP 8, બસપા 4, SP 6, ગુજરાત સર્વ સમાજ 4, ગુજરાત નવ નિર્માણ 1, કૉંગ્રેસ 1, અને 4 અપક્ષનાં ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા. જે જનાદેશ જોતા નગરજનોએ કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી નથી, એ સ્પષ્ટ થયું હતું. હાલ તો રાજકીય પંડિતો દ્વારા ભાજપનાં ગઠબંધન થકી સરકાર રચાઇ શકે તેવા સંકેતો માનવામાં આવે છે.

આ પણ વાંચો - Porbandar Municipal Election Results : Kutiyana માં Kandhal જ કિંગ, જીત બાદ જશ્ન

પહેલીવાર નપા ચૂંટણીનાં મેદાને ઉતરેલ SP એ તમામ 6 બેઠકો જીતી

અત્રે મહત્ત્વની વાત એ છે કે આ વખતે 7 જેટલી રાજકીય પાર્ટીઓએ મેદાન મારવા માટે કમર કસી હતી, જેમાં કોંગ્રેસને એક બેઠકથી સંતોષ માણવો પડ્યો હતો, તો આમ આદમી પાર્ટીને (AAP) એક પણ બેઠક ફાળે ગઈ ન હતી. જ્યારે, સૌ પ્રથમ વખત સમાજવાદી પાર્ટી નગરપાલિકા ચૂંટણીનાં મેદાનમાં ઉતરતા 6 બેઠકો પર ઊભા રાખવામાં આવેલ ઉમેદવારોની તમામ બેઠકો પર જીત મેળવી હતી.

છોટા ઉદેપુર નગરપાલિકાનાં પરિણામની વિગત

છોટા ઉદેપુર નગરપાલિકાનાં (Chhota Udepur) પરિણામની વિગતે વાત કરીએ તો, 1 થી 7 વૉર્ડનાં પરિણામો જાહેર થયા, જેમાં વોર્ડ નંબર 1 માં એક કોંગ્રેસ 3 અપક્ષ, વોર્ડ નં. 2 માં ચારેય બેઠક પર ભગવો લહેરાયો છે. વોર્ડ નંબર 3 માં ગુજરાત સર્વે સમાજ પાર્ટીએ ચારેય બેઠક કબજે કરી છે. જ્યારે વોર્ડ નંબર 4 માં 2 બહુજન સમાજ પાર્ટીનાં (BSP) ઉમેદવારને તથા 2 ભાજપનાં ઉમેદવારે જીત મેળવી છે. જ્યારે, વોર્ડ નંબર 5 માં 3 સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર તેમ જ એક અપક્ષનાં ઉમેદવારે જીત મેળવી છે. વોર્ડ નંબર 6 ની વાત કરીએ તો 3 સમાજવાદી પાર્ટી અને 1 ગુજરાત નવ નિર્માણ પાર્ટીનાં ફાળે ગઇ છે. વોર્ડ નંબર 7 માં 2 બેઠક પર ભાજપ અને 2 પર બસપાનાં ઉમેદવાર ચૂંટાઇ આવ્યા છે.

આ પણ વાંચો - Sthanik Swaraj Election Result : સાબરકાંઠામાં ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

વોર્ડ નંબર 5 નાં એક ઉમેદવાર એક મતથી વિજય થયા

છોટાઉદેપુર નગરપાલિકાનાં વોર્ડ નંબર 5 નાં એક ઉમેદવાર એક મતથી વિજયી બનતા પાલિકા ચૂંટણીમાં ઇતિહાસ રચાયો છે. અત્રે, નગરપાલિકા ચૂંટણીનાં પરિણામો બહાર આવતા વોર્ડ નંબર 5 નાં સામાન્ય બેઠકનાં વિજેતા ઉમેદવાર મુફીજ શેખની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી છે. તેઓનાં હરીફ ઉમેદવાર જહીર મકરાણીથી એક મત વધુ મેળવી વિજેતા ઘોષિત થતાં તેઓનાં કાર્યકરો, સમર્થકો અને મતદાતાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુફિજ શેખ દ્વારા સમાજવાદી પાર્ટી (SP) તરફથી વોર્ડ નંબર 5 ની સામાન્ય બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. મૂફીજ એહમદ શેખને કુલ મત 869 મળ્યા હતા અને તેઓનાં હરીફ ઉમેદવાર મકરાણી જહિર અહેમદને 868 મત મળતા એક વોટથી અપક્ષ ઉમેદવાર જહીર અહેમદ મકરાણીનો પરાજય થયો હતો. 

નગરપાલિકાની ચૂંટણીમાં કદાવર નેતાઓની હાર

અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં (Sthanik Swaraj Election) કદાવર નેતાઓની હાર થઈ છે. નગરમાં વર્ષોથી ચૂંટાઈ આવતા દિગ્ગજ નેતાઓ આદમભાઈ સુરતી, બસપાનાં પ્રમુખ નરેન જયસ્વાલ હારી ગયા છે. પાલિકા ચૂંટણીમાં ભાજપને 8, કોંગ્રેસને 1, સમાજવાદી પાર્ટીને 6, બસપાને 4, ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4, નવનિર્માણ મંચને 1 તેમ જ અપક્ષ ઉમેદવારોને 4 બેઠકો મળી છે. કોઈપણ રાજકીય મોટી પાર્ટીને બહુમતી ના મળતા ગઠબંધન કરવું પડશે તે એક સત્ય હકીકત છે.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Sthanik Swaraj Election Result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપનો વિજયોત્સવ!

Tags :
AAPBJPBSPChhota UdepurCongressGUJARAT FIRST NEWSGujarat Nav NirmanGujarat PoliticsGujarat Sarva SamajLocal Body ElectionMunicipality ElectionsSPSthanik Swaraj Election ResultTop Gujarati News
Next Article