Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : કાવી કંબોઇ ખાતે દરિયા કિનારે પાણીમાં ફસાઈ કાર

અહેવાલ -દિનેશ મકવાણા ,ભરુચ    ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઇના સ્તંભેશ્વર દરિયાકાંઠે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને ફરવા ગયેલા એક કાર ચાલકે દરિયાકાંઠા સુધી પોતાની કાર લઈ જતા ભરતીના અચાનક પાણી આવી જતા કાર ફસાઈ ગઈ હતી અને...
bharuch   કાવી કંબોઇ ખાતે દરિયા કિનારે પાણીમાં ફસાઈ કાર
Advertisement

અહેવાલ -દિનેશ મકવાણા ,ભરુચ 

Advertisement

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઇના સ્તંભેશ્વર દરિયાકાંઠે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને ફરવા ગયેલા એક કાર ચાલકે દરિયાકાંઠા સુધી પોતાની કાર લઈ જતા ભરતીના અચાનક પાણી આવી જતા કાર ફસાઈ ગઈ હતી અને કારને બચાવવાના પ્રયાસોમાં યુવાનો લાગી ગયા હતા અને દોરડા વડે ખેંચીને કારણે બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા

Advertisement

શ્રવણના પ્રથમ દિવસે ભક્તો ઉમટ્યા

શ્રાવણ માસમાં કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવના દર્શનનું અનેરૂ મહત્વ રહ્યુ છે જેના પગલે ગુજરાત ભરમાંથી કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી રહેવું છે શ્રાવણ માસના પ્રારંભે પ્રથમ દિવસે જ ભક્તો દર્શન અર્થે ઉમટ્યા હતા. કાવી કંબોઇના દરિયામાં ઓટ ઓછી હોવાના કારણે કાંઠા સુધી પ્રવાસીઓ મજા માણતા હોય છે અને મોબાઇલમાં સેલ્ફી લેવા માટે પણ મગ્ન બનતા હોય છે સવારના સમયે એક કારચાલક કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દરિયાકાંઠે મજા માણી રહ્યા હતા તે દરમિયાન દરિયામાં અચાનક ભરતી આવી હતી અને પૂર ઝડપે પાણી આવી જતા દરિયાઈ ભરતીના પાણીમાં કાર ફસાઈ ગઈ હતી જેના પગલે યુવાનોએ કારણે બચાવવાના પ્રયત્નો કર્યા હતા અને રસી વડે કારણે બાંધી બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા અને કલાકોની જહેમત બાદ આખરે કાર બહાર કાઢવામાં યુવાનોને સફળતા મળી હતી

Image preview

દરિયાઈ ભરતીમાં  ફસાઈ  કાર

સ્તંભેશ્વર મહાદેવ મંદિરના સંચાલકો દ્વારા જ્યારે પણ દરિયામાં ભરતી આવવાની હોય ત્યારે દરિયાકાંઠે લોકોને સાવચેત રહેવા એલર્ટ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો સાવચેત રહેતા નથી જેના કારણે અચાનક દરિયાની ભરતીના પાણી આવી જવાના કારણે પ્રવાસીઓના વાહનો ભરતીના પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવતી હોય છે દરિયાઈ ભરતીમાં એક કાર ફસાઈ જતા હેમખેમ બહાર કાઢવામાં આવી હતી ત્યારે આ વખતે બે શ્રાવણ માસ હોવાના કારણે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી ભક્તો દર્શન અર્થે ઉમટી પડનાર છે

આ પણ  વાંચો-હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફમાં રહી ચુકેલો શખ્સ 4 કિલો ગાંજા સાથે ઝડપાયો

Tags :
Advertisement

.

×