ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda: વિધાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર હેનાન શિક્ષકને કરાયો સસ્પેન્ડ

વિધાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર શિક્ષક સસ્પેન્ડ શિક્ષકે 9 વર્ષની બાળકી સાથે કરી હતી હેવાનિયત કઠલાલના હવસખોર શિક્ષક સામે આકરા પગલા લેવામાં આવ્યાં Kheda: ખેડાના કઠલાલ તાલુકામાં શિક્ષકની હેવાનીયત સામે આવી હતી. ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશો સાથે...
05:29 PM Sep 02, 2024 IST | VIMAL PRAJAPATI
વિધાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર શિક્ષક સસ્પેન્ડ શિક્ષકે 9 વર્ષની બાળકી સાથે કરી હતી હેવાનિયત કઠલાલના હવસખોર શિક્ષક સામે આકરા પગલા લેવામાં આવ્યાં Kheda: ખેડાના કઠલાલ તાલુકામાં શિક્ષકની હેવાનીયત સામે આવી હતી. ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશો સાથે...
kheda
  1. વિધાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર શિક્ષક સસ્પેન્ડ
  2. શિક્ષકે 9 વર્ષની બાળકી સાથે કરી હતી હેવાનિયત
  3. કઠલાલના હવસખોર શિક્ષક સામે આકરા પગલા લેવામાં આવ્યાં

Kheda: ખેડાના કઠલાલ તાલુકામાં શિક્ષકની હેવાનીયત સામે આવી હતી. ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશો સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જેને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે કઠલાલના હવસખોર શિક્ષક સામે આકરા પગલા લેવામાં આવ્યાં છે. વિધાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો છે.

આ પણ વાંચો: Kheda: હેવાન શિક્ષકે શિક્ષણને કર્યું શર્મશાર, વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલા

ખેડા જિલ્લામાં શિક્ષકને લજવતો કિસ્સો

વિગતે વાત કરવામાં આવે તો, કઠલાલ તાલુકાની એક શાળાની 9 વર્ષની વિધાર્થિની સાથે છેડતી મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિધાર્થીની પર શારીરિક અડપલાં કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગત શનિવા ના રોજ એક પ્રાથમિક શાળામાં ઘટના બની હતી. કઠલાલ પોલીસે હવસખોર શિક્ષકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં શિક્ષકને લજવતો કિસ્સો ઉજાગર થયો હતો.

આ પણ વાંચો: Gondal: ‘સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી’ ગણેશ ચતુર્થી તડામાર તૈયારીઓનો હવે આખરી ઓપ

આરોપીનો કેસ કોઈ વકીલ નહીં લડેઃ કઠલાલ બાર એસોસિઅન

નોંધનીય છે કે, આ કેસ મામલે કઠલાલ બાર એસોસિઅનના વકીલોએ પણ નિર્ણય કર્યો હતો કે આ નારધમ શિક્ષકનો કેસ કોઈ વકીલ લડશે નહીં. હાલમાં પોલીસ દ્વવારા આરોપી શિક્ષકને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવામાં આવશે. પરંતુ આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે, શિક્ષકને શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ઘટનાને લઈને શાળામાં ભણતા બાળકોના વાલીઓ સહિત સમગ્ર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ACB Trap : ભ્રષ્ટાચારના નરેશને બચાવવાનો થયો હતો પ્રયાસ, કોણે બનાવ્યો નિષ્ફળ ?

Tags :
Gujarati NewsKathalal lecherous teacherKathalal SchoolKathlal TeacherKhedaKheda NewsTeacherVimal Prajapati
Next Article