Morbi માં સ્કૂલની ઘોરબેદરકારીથી વિદ્યાર્થીનો ભોગ લેવાયો, સ્વિમિંગપૂલમાં ડૂબી જતા મોત
- Morbi ની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગપૂલમાં વિદ્યાર્થી ડૂબ્યો
- ટંકારા પોલીસે એડી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
- કુળ દીપક ગુમાવતા પરિવાર પર વજ્રપાત થયો
Morbi: ગુજરાતમાં સ્કૂલોની બેદરકારીને લીધે માસૂમ વિદ્યાર્થીઓનો ભોગ લેવાવાના કિસ્સા વધતા જાય છે. હવે મોરબીમાં વધુ આવા જ એક કિસ્સામાં એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મોરબીની New Era Global School ના ધો.10માં ભણતા વિદ્યાર્થી પ્રિત ફળદુનું સ્વિમિંગપૂલમાં ડૂબી જતા કરૂણ મૃત્યુ નીપજ્યું છે. શાળાના સંચાલકો હંમેશની પ્રથા મુજબ બેદરકારી છુપાવવા હવાતિયા મારતા જોવા મળ્યા છે.
ફી તગડી પણ કાળજીમાં બેદરકારી
Morbi ની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના ધો.10માં ભણતા વિદ્યાર્થી પ્રિત ફળદુનું સ્વિમિંગપૂલમાં ડૂબી જતા કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જેમાં તગડી ફી વસૂલી કરતી ખાનગી સ્કૂલની ઘોર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. સ્વિમિંગ પુલમાં ન્હાવા પડેલા વિદ્યાર્થી પર કોચ દ્વારા ધ્યાન નહીં આપતાં ડુબ્યાની આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર ઘટનામાં વાલીઓ દ્વારા આક્રોશ વ્યકત કરવામાં આવ્યો છે. વાલીઓ અનુસાર તગડી ફી વસૂલી કરતી ખાનગી સ્કૂલો ઘોર બેદરકારી રાખે છે. સંચાલકોએ હંમેશની પ્રથા અનુસાર પોતાની શાળાની બેદરકારી છુપાવવા માટે લૂલો બચાવ કર્યો છે. બીજી તરફ ગોઝારી દુર્ઘટનાથી વિદ્યાર્થીના પરિવાર પર વજ્રપાત થયો છે. પરિવાર કલ્પાંત કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ Rajkot : રંગીલા શહેરમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો, જુઓ અકસ્માતનો Live Video
ટંકારા પોલીસ દ્વારા કાર્યવાહી
Morbi ની New Era Global School ના ધો.10માં ભણતા વિદ્યાર્થી પ્રિત ફળદુનું સ્વિમિંગપૂલમાં ડૂબી જતા કરૂણ મૃત્યુ નીપજ્યું છે. ટંકારા પોલીસ દ્વારા એડી નોંધ કરીને કાર્યવાહી કરી છે. પોલીસે આ ઘટનામાં વિદ્યાર્થીના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપ્યો છે. ગુજરાતમાં ખાનગી શાળાઓ તગડી ફી વસૂલતી હોય છે અને કાળજી લેવામાં ઘોરબેદરકારી રાખતી હોવાના કિસ્સા અવારનવાર બનતા જોવા મળે છે. હરણી બોટ દુર્ઘટના જેવી ઘટના તો ગુજરાતના ઈતિહાસમાં કાળા ડાઘ સમાન છે જેને કોઈ ભૂલી નહીં શકે.
આ પણ વાંચોઃ Rajkot ગમખ્વાર અકસ્માતમાં 4 નિર્દોષોના મોત, વિજય રૂપાણીએ વ્યકત કરી સંવેદના