Ahmedabad: સુભાષ બ્રિજમાં 5 સ્પાનનું ડિમોલિશન, અગાઉ પણ 3 સ્પાન તોડવામાં આવ્યા હતા
અમદાવાદના સુભાષ બ્રિજને અત્યાધુનિક બનાવવા માટેની પ્રક્રિયા અત્યારે નિર્ણાયક તબક્કે પહોંચી છે. શાહીબાગ તરફના હિસ્સાને ટાર્ગેટ કરીને 5 સ્પાનને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ કામગીરી જૂના માળખાને હટાવીને નવા પ્રોજેક્ટનો માર્ગ મોકળો કરી રહી છે.
Advertisement
Subhash Bridge Demolition: અમદાવાદ શહેરના વર્ષો જૂના સુભાષ બ્રિજ (Subhash Bridge) ને તોડવાની પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ટ્રાફિક વ્યવસ્થા અને નવા બાંધકામ માટે આ બ્રિજને દૂર કરવો અનિવાર્ય બનતા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ બ્રિજના શાહીબાગ (Shahibaug) તરફના 5 જેટલા સ્પાન (Span) ને અત્યંત સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે.

