વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: દોઢ વર્ષનો બાળક ગળી ગયો પ્લાસ્ટિકનું રમકડું, જટિલ સર્જરી બાદ બચ્યો જીવ!
- દોઢ વર્ષના બાળક રમતા-રમતા પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું (Child Swallowed Toy)
- તબિયત લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો
- એક્સ-રેમાં બાળકના પેટમાં ફસાયેલું આખું રમકડું જોઈ ડોક્ટરો ચોંક્યા
- ડૉ. રાકેશ જોશીની આગેવાનીમાં 45 મિનિટ ચાલી જટિલ સર્જરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે તબીબોએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. દોઢ વર્ષના માસૂમ બાળકે રમતા-રમતા 'હલ્ક' (Hulk Toy) નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી જતાં તેનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે, સિવિલના કુશળ તબીબોએ 45 મિનિટની ભારે જહેમત બાદ સફળ સર્જરી (Surgery) કરીને બાળકને નવજીવન આપ્યું છે.
Child Swallowed Toy: રમતા-રમતા સર્જાઈ દુર્ઘટના
ગત 18 જાન્યુઆરીના રોજ વંશ (Vansh) નામનો બાળક ઘરે રમી રહ્યો હતો. અચાનક તેના ચહેરા પર તકલીફ દેખાતા અને ઉલટી થવા લાગતા માતા ભાવિકાબેન (Bhavikaben) ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે બાળક જે રમકડાં સાથે રમી રહ્યો હતો તેમાંથી એક 'હલ્ક'નું રમકડું ગાયબ હતું. બાળકની પૂછપરછમાં તેણે રમકડું ગળી ગયાની કબૂલાત કરી હતી. પરિવાર તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ લઈ દોડ્યો હતો.
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારો તબીબી કિસ્સો | Gujarat First
દોઢ વર્ષનો બાળક ગળી ગયો પ્લાસ્ટિકનું રમકડું
'હલ્ક' નામનું રમકડું બાળકના હોજરીમાં ફસાયું
18 જાન્યુઆરીએ બાળકને ઉલટી અને તકલીફ શરૂ થઈ
પરિવાર બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવ્યો
એક્સ-રેમાં… pic.twitter.com/uiglQ0aO5j— Gujarat First (@GujaratFirst) February 3, 2026
એક્સ-રેમાં દેખાયું આખું રમકડું
હોસ્પિટલમાં જ્યારે બાળકનો એક્સ-રે (X-ray) કરવામાં આવ્યો ત્યારે ડોકટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકના પેટમાં કોઈ ટુકડો નહીં પણ હાથ, પગ અને માથું ધરાવતું આખું રમકડું ફસાયેલું હતું. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું કે, "સૌથી મોટો પડકાર અન્નનળી અને પેટ વચ્ચેના કુદરતી વાલ્વમાંથી આ રમકડું બહાર કાઢવાનો હતો."
45 મિનિટનું જટિલ ઓપરેશન
એન્ડોસ્કોપી (Endoscopy) દ્વારા જ્યારે રમકડું પકડવાનો પ્રયાસ થયો ત્યારે પેટમાં હવાની હાજરીને કારણે તે વારંવાર લપસી રહ્યું હતું. જો રમકડું આંતરડામાં પહોંચી ગયું હોત તો આંતરડા ફાટી જવાનો ડર હતો. છેવટે ડૉ. રાકેશ જોશી અને ડૉ. શ્વેતા (Dr. Shweta) ની ટીમે અત્યંત ધીરજપૂર્વક રમકડાનું માથું પકડીને તેને વાલ્વમાંથી હેમખેમ બહાર કાઢ્યું હતું.
આ પણ વાંચો: લોકસભાના સ્પીકર ઓમ બિરલાને રાહુલ ગાંધીએ લખ્યો પત્ર,સરકારના ઈશારે બોલતા અટકાવ્યાનો આક્ષેપ!


