Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur SOG પોલીસની સફળ કામગીરી, કતલખાને લઇ જવાતા 31 ગૌવંશોને બચાવી લેવાયા

પશુઓને કોઇ ઘાસ ચારા કે પાણીની વ્યવસ્થા વગર ટેમ્પાના ડાલમાં પુરતી મોકળાશ વગરની જગ્યામાં ક્રુરતા પુર્વક બાંધ્યા હતા
chhota udepur sog પોલીસની સફળ કામગીરી  કતલખાને લઇ જવાતા 31  ગૌવંશોને બચાવી લેવાયા
Advertisement
  • કડીપાણી થઈ મહારાષ્ટ્ર ખાતે લઇ જવાના હતા
  • ઘટના અંગે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઇ
  • બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે

છોટાઉદેપુર એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સપેક્ટર, એમ.એચ.જાદવ તેમની ટીમ સાથે કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, હમીરપુરા ગામે કરા નદી કિનારે આંગણવાડી પાસે એક ટેમ્પો ગૌવંશો ભરી કતલ કરવાનાં ઈરાદે કડીપાણી થઈ મહારાષ્ટ્ર ખાતે લઇ જવામાં આવી રહી છે, જે હકિકત આધારે સદર જગ્યાયે રેડ કરતા ટેમ્પામા કતલખાને લઈ જવા ખીચોખીચ ટુકા દોરડાથી બાંધી દયનીય હાલતમાં પશુઓ મળી આવ્યા હતા.

ઘટના અંગે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઇ

પશુઓને કોઇ ઘાસ ચારા કે પાણીની વ્યવસ્થા વગર ટેમ્પાના ડાલમાં પુરતી મોકળાશ વગરની જગ્યામાં ક્રુરતા પુર્વક બાંધ્યા હતા. જેમાં કતલ કરવાનાં ઇરાદે લઇ જતા ગૌવંશ (બળદો)નંગ-૦૬ તથા ટેમ્પાની પાછળ ઝાડી-ઝાખરમાં પણ ગૌવંશ (બળદો) ને ટુકા દોરડા વડે બાંધી કોઇ ઘાસ ચારા કે પાણીની વ્યવસ્થા વગર રાખ્યા હતા. તેથી પોલીસે તપાસ કરી ગૌવંશ (બળદો) ૨૫ જેની કિ.રૂ.૧,૫૫,૦૦૦/- તથા પકડાયેલ ટેમ્પા નંબર GJ-23-T-4368 ની કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા બે મોબાઇલ મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૩,૧૫,૦૦૦/-સાથે મળી આવતા આરોપીઓ સામે પશુ સરંક્ષણ ધારા અધિનિયમ ૨૦૧૧ તથા સુધારા અધિનિયમ ૨૦૧૭ તથા પશુ પ્રત્યે ઘાતકીપણા એક્ટ મુજબ કવાંટ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

Advertisement

બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે

આ ઘટનામાં આરોપી નામ:- ૧) દશરથભાઇ રુમલાભાઇ રાઠવા રહે. રાયસીંગપુરા પટેલ ફળીયા તા. કવાંટ જી.છોટાઉદેપુર તથા (૨) દલસીંગભાઇ તરજુભાઇ રાઠવા રહે.કડીપાણી બસ સ્ટેન્ડ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર ને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. અને પકડવાનો બાકી આરોપી મુન્નાભાઇ કુરેશી રહે. નંદુરબાર (મહારાષ્ટ) ને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

અહેવાલ : તોફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Ahmedabad Chandola Demolition: બાંગ્લાદેશીઓને વસાવવાનું આખું પેકેજ આપતો, 2 દાયકાના સામ્રાજ્યનો 22 મિનિટમાં અંત

Tags :
Advertisement

.

×