Surat: સુમુલ ડેરીની ચૂંટણીમાં ખળભળાટ, કોંગ્રેસ ઉમેદવારના દરખાસ્તકર્તા 3 દિવસથી ગુમ
સુરતની સુમુલ ડેરીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ નજીક આવતા જ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. ઉમરપાડા બેઠકના ઉમેદવારની સહી કરનાર અગ્રણી અચાનક ગાયબ થઈ જતાં, કોંગ્રેસના ટોચના નેતાએ વિરોધીઓ સામે સીધો મોરચો માંડ્યો છે.
Advertisement
Sumul Dairy Election Surat: સુરત જિલ્લાની પ્રતિષ્ઠિત સુમુલ ડેરી (Sumul Dairy) ની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પ્રક્રિયા વચ્ચે જ એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ પક્ષના એક ઉમેદવારની દરખાસ્ત મૂકનાર વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે સુરત ગ્રામ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સહકારી ક્ષેત્રની આ ચૂંટણી (Cooperative Dairy Election) હવે સીધી રાજકીય લડાઈમાં ફેરવાઈ ગઈ છે.

