ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરત : આ યુનિવર્સિટીમાં યોજાયો અનોખો પદવીદાન સમારોહ

પદવીદાન સમારોહ : સુરતના ધામડોદ ખાતે આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો. વિદ્યાર્થીઓએ વૈદિક હવન કરીને પદવી મેળવી હતી. આ યોજાયેલ કાર્યક્રમમાં પદ્મશ્રી નિરંજનાબેન કલાર્થી તેમજ શિક્ષણ જગતના મહાનુભવો હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના ૮૪૭ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ...
10:49 PM Jan 12, 2024 IST | Harsh Bhatt
પદવીદાન સમારોહ : સુરતના ધામડોદ ખાતે આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો. વિદ્યાર્થીઓએ વૈદિક હવન કરીને પદવી મેળવી હતી. આ યોજાયેલ કાર્યક્રમમાં પદ્મશ્રી નિરંજનાબેન કલાર્થી તેમજ શિક્ષણ જગતના મહાનુભવો હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના ૮૪૭ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ...

પદવીદાન સમારોહ : સુરતના ધામડોદ ખાતે આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો. વિદ્યાર્થીઓએ વૈદિક હવન કરીને પદવી મેળવી હતી. આ યોજાયેલ કાર્યક્રમમાં પદ્મશ્રી નિરંજનાબેન કલાર્થી તેમજ શિક્ષણ જગતના મહાનુભવો હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના ૮૪૭ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ તો ૨૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા.

પી.પી.સવાણી યુનિવર્સિટી ખાતે ચોથો પદવીદાન સમારોહ યોજાયો

પદવીદાન સમારોહ

સુરતના માંગરોળ તાલુકાના ધામડોદ ખાતે આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો.યુનિવર્સિટીનો ચોથો  પદવીદાન સમારોહ યોજાયો હતો.કાર્યક્રમમાં બાલાજી વેફસના મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણી, ચાન્સેલર પ્રાગજ્યોતિધપુર યુનિવર્સિટી ગોવાહાટીના, ડો પ્રદીપ કુમાર જોશી,પીપી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભ ભાઈ સવાણી,પદ્મશ્રી યજ્ઞ નિરંજના બેન કલાર્થી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી હજાર રહ્યા હતા.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી. દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખા જેમાં બેચલર ઓફ સાયન્સ,માસ્ટર ઓફ સાયન્સ,ડિપ્લોમા ઈન મેડિકલ ટેકનોલોજી,ડોક્ટરેટ ઓફ ફિલોસોફી ઈન સાયન્સ એન્ડ એન્જીન્યરીંગ,બેચલર ઓફ ટેકનોલોજી,બેચલર ઓફ નર્સિંગ,બેચલર ઓફ ફિઝિયોથેરાપી,આર્કેટેકચર સહિત ની ફેકલ્ટીના ૮૪૭ જેટલા વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી હતી અને ૨૪ વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવતી હોય છે. પરંતુ સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં અનોખી રીતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે. પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલા વિદ્યાર્થી પાસે હવન,યજ્ઞ કરાવવામાં આવે છે. બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે.

યુનિવર્સિટીનો આ પ્રમાણે અનોખી રીતે પદવી આપવાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા વધે તે છે. દર વર્ષે યુનિવર્સિટી દ્વારા આ જ પ્રમાણે હવન અને યજ્ઞ કરાવી  વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. અનોખી રીતે યોજાયેલા પદવીદાન સમારોહને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અહેવાલ - ઉદય જાદવ 

આ પણ વાંચો -- Atal bridge Mumbai : જાણો Atal Setu માં જવા માટે કોને આપવામાં આવશે મંજૂરી, કેટલો TOLL વસૂલવામાં આવશે…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
4th CONVOCATIONCONVOCATION EVENTeducationGujarat FirstPP SAVANI UNIVERSITYSuratUniversity
Next Article