ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરત: નજીવી બાબતે મામા-મામીએ પોતાની ભાણકીને ઢોર માર માર્યો

સુરતના કામરેજમાં મામા-મામીએ પોતાની ભાણકીને ઢોર માર માર્યો હતો.ભાણકી મકાનમાં પાણી છાંટવા ગયી હતી તે દરમ્યાન મકાનમાં મામાની કરીયાણાની દુકાનનું બોર્ડ રહેલું હતું જે હટાવી લેવા કહેતા મામા-મામી અને તેનો દીકરો ઉશ્કેરાઈ ગયો હતો અને માર માર્યો હતો.આ મારામારીનો વિડીયો...
06:01 PM May 31, 2023 IST | Hiren Dave
સુરતના કામરેજમાં મામા-મામીએ પોતાની ભાણકીને ઢોર માર માર્યો હતો.ભાણકી મકાનમાં પાણી છાંટવા ગયી હતી તે દરમ્યાન મકાનમાં મામાની કરીયાણાની દુકાનનું બોર્ડ રહેલું હતું જે હટાવી લેવા કહેતા મામા-મામી અને તેનો દીકરો ઉશ્કેરાઈ ગયો હતો અને માર માર્યો હતો.આ મારામારીનો વિડીયો...

સુરતના કામરેજમાં મામા-મામીએ પોતાની ભાણકીને ઢોર માર માર્યો હતો.ભાણકી મકાનમાં પાણી છાંટવા ગયી હતી તે દરમ્યાન મકાનમાં મામાની કરીયાણાની દુકાનનું બોર્ડ રહેલું હતું જે હટાવી લેવા કહેતા મામા-મામી અને તેનો દીકરો ઉશ્કેરાઈ ગયો હતો અને માર માર્યો હતો.આ મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે તો બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે

કામરેજ શેખપુર ગામની ઘટના 

મળતી માહિતી મુજબ સુરતના કામરેજ શેખપુર ગામ સ્થિત હરીદર્શન સોસાયટીમાં રહેતી લતાબેન મેવાડા ઉ.૨૬ પરિવાર સાથે રહે છે અને બ્યુટી પાર્લેર ચલાવે છે.ગત ૨૯ મેં ના રોજ તેઓ તેની મોટી બહેન ઘરે આવી હોય તેની સાથે તેઓના ઘરની સામે આવેલી શીવ દર્શન સોસાયટીમાં તેમના મકાનનું કામકાજ ચાલુ હતું ત્યાં પાણી છાંટવા ગયા હતા જ્યાં તેઓના મકાનની અંદર તેઓના મામા રાકેશ ઉમેદમલ મેવાડાની કરીયાણાની દુકાનનું નવું બોર્ડ રહેલું હતું જે બોર્ડ ખરાબ થઇ જશે બોર્ડ હટાવી લો તેમ કહેતા તેના મામા અને મામી તથા તેમનો દીકરો માનવ ઉશ્કેરાઈ ગયા હતા અને લતાબેન અને તેની મોટી બહેનને લાકડાના સ્ટમ્પ વડે માર માર્યો હતો અને ગાળો આપી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બીજી તરફ પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં આવી પહોચ્યા હતા જેઓની સાથે પણ ઝઘડો કર્યો હતો. આ ઝપાઝપીમાં એક નાકની ચૂક તથા સોનાની ચેઈન પણ પડી ગયી હતી.બીજી તરફ લતાબેનને ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ મામલે તેઓએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ -ઉદય જાદવ ,સુરત 

આપણ  વાંચો -OMG…! સટ્ટામાં દેવુ થતાં પતિએ પત્ની અને 2 વર્ષની પુત્રીને મિત્રોને વેચી નાંખી..!

 

Tags :
Beat the cattleComradeHari darshan SocietyMama-MamiSurat
Next Article