ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SURAT : ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ સુરત શહેર CPનું જાહેરનામું

SURAT : ઉત્તરાયણનો પર્વ નજીક આવતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનમું બહાર પાડવામાં આવ્યું છે. અને વાહનચાલકોને રોકવા ઓવરબ્રિજના નાકે ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત ઉત્તરાયણનો પર્વ...
10:37 AM Jan 13, 2024 IST | Maitri makwana
SURAT : ઉત્તરાયણનો પર્વ નજીક આવતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનમું બહાર પાડવામાં આવ્યું છે. અને વાહનચાલકોને રોકવા ઓવરબ્રિજના નાકે ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત ઉત્તરાયણનો પર્વ...

SURAT : ઉત્તરાયણનો પર્વ નજીક આવતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનમું બહાર પાડવામાં આવ્યું છે. અને વાહનચાલકોને રોકવા ઓવરબ્રિજના નાકે ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત કરવામાં આવી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત

ઉત્તરાયણનો પર્વ નજીક આવતાની સાથે જ પતંગની દોરીથી થતાં મોતનો સિલસિલો શરૂ થઈ જાય છે. જેને ધ્યાનમાં રાખીને સુરત (SURAT) શહેરના પોલીસ કમિશનર (CP) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સુરતના (SURAT) તમામ ઓવરબ્રિજ તારીખ 14 અને 15ના રોજ ટૂ-વ્હીલર માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો સેફ્ટી સળીયો લગાવેલો હશે તો જ ટૂ-વ્હીલર જવા દેવામાં આવશે. વાહનચાલકોને રોકવા ઓવરબ્રિજના નાકે ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત કરવામાં આવી છે. લોકોની સલામતી માટે પોલીસ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

તાત્કાલિક ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યા

શહેરના વિવિધ બ્રિજ પર તારની ચકાસણી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. બ્રિજ પરના સ્ટ્રીટ લાઇટ પોલ પર તાર બાંધવામાં આવેલ છે કે નહીં? તેની તાત્કાલિક ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યા છે. જો કોઈ જગ્યાએ તાર બંધાયો ન હોય તો તાત્કાલિક અસરથી તાર બાંધવામાં આવશે. જેમાં ઉતરાયણના એક દિવસ પૂર્વે મનપાને લોકોની સુરક્ષાનો ખ્યાલ આવ્યો છે.

આ પણ વાંચો - AYODHYA : વિશ્વભરના ઇસ્કોન મંદિરમાં પણ વિશેષ ઉજવણીનો માહોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstGujarat Newsmaitri makwanaSuratSurat City CPUttarayan Parva
Next Article