Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat ભાજપમાં ભડકો, ટિકિટ ન મળતા બળવો કરનાર ભોળા ભરવાડ સહિત 4 સભ્યો સસ્પેન્ડ

સુરત જિલ્લા ભાજપમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે કારણ કે પક્ષના જ દિગ્ગજ હોદ્દેદારોએ સંગઠન સામે યુદ્ધ છેડ્યું છે. ટિકિટ ફાળવણીના વિવાદમાં મધરાતે થયેલો હંગામો અને ત્યારબાદ ભોળા ભરવાડ સહિતના સભ્યો દ્વારા લેવાયેલા આઘાતજનક નિર્ણયે હાઈકમાન્ડને એક્શન લેવા મજબૂર કર્યું છે.
surat ભાજપમાં ભડકો  ટિકિટ ન મળતા બળવો કરનાર ભોળા ભરવાડ સહિત 4 સભ્યો સસ્પેન્ડ
Advertisement
  • Surat ભાજપમાં મોટી કાર્યવાહી: 4 દિગ્ગજ સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ!
  • કડોદરા ચલથાણ ભાજપમાં શિસ્તભંગ બદલ પ્રમુખે વીંઝ્યા કોરડા
  • ટિકિટ ન મળતા ભોળા ભરવાડ સહિતના સભ્યોએ કર્યો હતો બળવો
  • પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવતા એક્શન
  • શુક્રવારે રાત્રે ભાજપ કાર્યાલય પર હંગામો કર્યા બાદ લેવાયો નિર્ણય
  • ચૂંટણી પહેલા બળવાખોરોને ઘરભેગા કરી સંગઠને આપ્યો કડક સંદેશ

સુરત (Surat): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ ફાળવણીને લઈને અસંતોષની જ્વાળાઓ જોવા મળી રહી છે. સુરત જિલ્લાના કડોદરા ચલથાણ (Kadodara Chalthan) વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સામે બળવો પોકારનારા કાર્યકરો સામે સંગઠને લાલ આંખ કરી છે. શિસ્તના આગ્રહી ગણાતા ભાજપમાં શિસ્તભંગ (Indiscipline) બદલ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

surat_bjp_gujarat_first

Advertisement

4 સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ

સુરત જિલ્લા ભાજપ પ્રમુખે (Surat District BJP President) કડોદરા ચલથાણ નગર ભાજપ સંગઠનના 4 સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ (Suspend) કરવાનો આદેશ આપ્યો છે. આ સભ્યોમાં જાણીતા નેતા ભોળા ભરવાડ (Bhola Bharwad) નો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી આગામી 6 વર્ષ માટે કરવામાં આવી છે, જે સુરત ભાજપના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

Advertisement

surat_bjp_gujarat_first

Surat: બળવાનું મુખ્ય કારણ

મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે નગર ભાજપ સંગઠન કાર્યાલય પર ટિકિટ ફાળવણી મુદ્દે ભારે હંગામો થયો હતો. ભોળા ભરવાડ અને તેમના સમર્થકોને અપેક્ષા હતી કે પક્ષ તેમને ટિકિટ આપશે, પરંતુ ટિકિટ ન મળતા તેઓએ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કર્યો હતો. આટલું જ નહીં, પક્ષની મર્યાદા ઓળંગીને તેઓએ અપક્ષ ઉમેદવારી (Independent Candidate) નોંધાવી હતી. આ પ્રકારની શિસ્તહીન પ્રવૃત્તિને ગંભીરતાથી લઈને જિલ્લા ભાજપ પ્રમુખે આકરા પગલાં ભર્યા છે. આ કાર્યવાહીથી અન્ય અસંતુષ્ટ કાર્યકરોમાં પણ કડક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Vadodara: મહિલા અનામત મુદ્દે DyCM હર્ષભાઈ સંઘવીના વિપક્ષના 'પરિવારવાદ' પર આકરા પ્રહાર

Tags :
Advertisement

.

×