Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘પોલીસ શહીદ સંભારણા દિવસ’એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ

સુરત ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન રાજ્ય ગૃહમંત્રી સહિત અનેક પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત Surat: સુરતમાં આજે પોલીસ શહીદ સંભારણા દિવસ (Police Martyrs Memorial Day)નો કાર્યક્રમ યોજાયો. નોંધનીય છે...
surat  રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘પોલીસ શહીદ સંભારણા દિવસ’એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ
Advertisement
  1. સુરત ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ
  2. અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન
  3. રાજ્ય ગૃહમંત્રી સહિત અનેક પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

Surat: સુરતમાં આજે પોલીસ શહીદ સંભારણા દિવસ (Police Martyrs Memorial Day)નો કાર્યક્રમ યોજાયો. નોંધનીય છે કે, અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આ પોલીસ શહીદ સંભારણા દિવસ (Police Martyrs Memorial Day)નો કાર્યક્રમ યોજાયો હતો. સુરત પોલીસ કમિશનર (Surat Police commissioner) અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં છે.

Advertisement

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન

શહીદ થયેલા જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓક્ટોબરનો દિવસ દેશભરમાં પોલીસ સંભારણા દિવસ (Police Martyrs Memorial Day) તરીકે મનાવાય છે. આજે 21મી ઓક્ટોબર, પોલીસ સંભારણા દિવસ, લોકોની સુરક્ષા માટે પોતાની ફરજ દરમિયાન શહીદ થયેલ તથા અકુદરતી મૃત્યુ પામેલ તમામ પોલીસ અધિકારી / કર્મચારીઓને આજના દિવસે યાદ કરી હાર્દિક શ્રધ્ધાંજલિ પાઠવામાં આવતી હોય છે.

Advertisement

આ પણ વાંચો: Junagadh જિલ્લામાં પ્રથમ વખત કોઈ મહિલા વિરુદ્ધ GUJCTOC હેઠળ ગુનો દાખલ

આની પાછળ CRPF ની બહાદુરીની એક કહાની

આ દિવસની વાત કરવામાં આવે તો, દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ શહીદ સંભારણા દિવસ ઉજવવામાં આવે છે. પોલીસ સંભારણા દિવસની ઉજવણી પાછળ સીઆરપીએફ (CRPF)ની બહાદુરીની એક કહાની રહેલી છે. વાસ્તવમાં 55 વર્ષ પહેલા 21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખમાં ત્રીજી બટાલિયનની એક કંપનીને ભારત – તિબ્બત સરહદની સુરક્ષા માટે લદ્દાખના ‘હોટ-સ્પ્રિંગ’ પર તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gir Somnath : Eco Sensitive Zone વિવાદમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાને! કહી આ વાત

21 સૈનિકોએ ચીની આક્રમણકારો સામે બહાદુરીપૂર્વક લડત આપી

હવે આમાં બન્યું એવું કે, સૈન્ય બટાલિયનને ટુકડીઓમાં વહેંચવામાં આવી હતી અને તકેદારી રાખવા જણાવ્યું હતું. જ્યારે 21 ફોર્સના જવાનોની પેટ્રોલિંગ ટીમ ‘હોટ-સ્પ્રિંગ’માં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચીની સેનાની એક ખૂબ મોટી ટુકડીએ પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સૈન્ય ટુકડી પર હુમલો કર્યો હતો. ત્યારે માત્ર 21 સૈનિકોએ ચીની આક્રમણકારો સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી. માતૃભૂમિની રક્ષા માટે લડતા લડતા 10 બહાદુર સૈનિકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. દેશના બહાદુર સૈનિકોના બલિદાનની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરે પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: શહેરમાં ભારે પવન સાથે મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ, આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ

Tags :
Advertisement

.

×