Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: સુરતની કોલેજમાં સ્પીચ આપતી યુવતીનું મોત, એકાએક ઢળી પડી

Surat: ધારૂકાવાળા ગુરુકુળ કોલેજમાં 24 વર્ષીય જીલ ઠક્કર નામની યુવતીને સ્પીચ આપતાં અચાનક છાતીમાં દુખાવો થતાં સ્ટેજ પર ઢળી પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા છતાં ડોક્ટરોએ મૃત જાહેર કરી. હાર્ટ એટેકને કારણે મોત થયું છે. ઘટનાના હચમચાવી દે તેવા CCTV ફૂટેજ વાયરલ થયા છે.
surat  સુરતની કોલેજમાં સ્પીચ આપતી યુવતીનું મોત   એકાએક ઢળી પડી
Advertisement
  • સુરતની ધારૂકાવાળા કોલેજમાં સ્પીચ આપતી યુવતીનું મોત
  • કોલેજમાં સ્પીચ આપતી વખતે યુવતી ઢળી પડતા મોતને ભેટી
  • સ્પીચ આપતી વખતે યુવતીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો
  • હાજર લોકોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી
  • વિદ્યાર્થિનીને ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી
  • હૃદયરોગના હુમલાના કારણે યુવતીનું મોત થયાનું પ્રાથમિક અનુમાન
  • યુવતીના મોતના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

Surat: સુરતમાં ધારુકાવાળા કોલેજમાં આજે એક યુવતીનું સ્પીચ આપતી વખતે એકાએક ઢળી પડતાં મોત થઈ ગયું છે. યુવતીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. હાજર લોકોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતાં યુવતીને ફરજ પરના ડોક્ટરોએ મૃત ઘોષિત કરી છે. એકાએક યુવતીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

CPR આપ્યો છતાં જીવ ના બચ્યો

મળતી જાણકારી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકાવાળા કોલેજમાં સ્પીચ આપતી વખતે 24 વર્ષિય  જીલબેન સુરેશભાઈ ઠક્કર નામની યુવતી એકાએક ઢળી પડી હતી. હાજર યુવતીને અને સ્ટાફે તુરંત જ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો અને એમ્બ્યુલન્સ બોલાવી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જો કે યુવતીને ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી. ડોક્ટર્સના પ્રાથમિક અનુમાન મુજબ જીલને મેજર હાર્ટ એટેક આવ્યો હતો.

Advertisement

Advertisement

સીસીટીવી ફૂટેજ સોશિયલ વાયરલ

આ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જીલ સ્પીચ આપતાં-આપતાં અચાનક ઝૂકી પડે છે અને પછી સ્ટેજ પર જ પડી જાય છે તે સ્પષ્ટ દેખાય છે. યુવતીના અચાનક અવસાનથી પરિવારમાં માતમ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર પણ શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાની નોંધ કરી આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.આ ઘટના ફરી એકવાર યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસોની ગંભીરતા દર્શાવે છે.

આ પણ વાંચોઃ Anand Crime: ખંભાતમાં પરિવારજનોને ઊંઘની ગોળીઓ આપી સગીરા દુષ્કર્મ પર ગુજાર્યું

Tags :
Advertisement

.

×