Surat : રાંદેર પોલીસની સરાહનીય કામગીરી, ગુમ બાળક મળી જતાં માતા-પિતા ભેટી પડ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા
- Surat માં રાંદેર પોલીસની સરાહનીય કામગીરી
- શ્રમજીવી પરિવારના ગુમ થયેલા 5 વર્ષીય બાળકને શોધી કાઢ્યું
- 10 કલાકની મહામહેનત અને 100 જેટલા CCTV કેમેરા ચેક કરી બાળકની ભાળ મેળવી
સુરતનાં (Surat) રાંદેર વિસ્તારમાં આવેલા નવયુગ કોલેજ નજીકથી શ્રમજીવી પરિવારના ગુમ થયેલા 5 વર્ષીય બાળકને 10 કલાકની મહામહેનત બાદ રાંદેર પોલીસે (Rander Police) શોધી કાઢ્યું હતું અને પરિવારને સોંપ્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમોએ 100 જેટલા CCTV કેમેરા ચેક કરી બાળકની ભાળ મેળવી હતી. પોલીસ સ્ટેશનમાં બાળક અને માતા-પિતા વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારે પોલીસનો આભાર માન્યો હતો અને લોકોએ રાંદેર પોલીસની કામગીરીને બિરદાવી હતી.
આ પણ વાંચો - Amreli : સ્વ-રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીઓનાં હુમલા સામે આત્મરક્ષણ કેમ નહીં? : દિલીપ સંઘાણી
નવયુગ કોલેજ પાસેથી શ્રમજીવી પરિવારનું 5 વર્ષીય બાળક ગુમ થયું હતું
પોલીસનાં સીરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે-સાથે સામાજિક જવાબદારી પણ રહેતી હોય છે. વિગતે વાત કરીએ તો, શનિવારે સુરતનાં (Surat) રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નવયુગ કોલેજની ગલીમાંથી શ્રમજીવી પરિવારનું 5 વર્ષીય બાળક એકાએક ગુમ થઈ ગયું હતું. માતા-પિતા દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી. છતાં બાળકનું કોઈ અત્તોપત્તો ન મળતા પરિવારે રાંદેર પોલીસને (Rander Police Station) જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને અલગ-અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ આદરી હતી
આ પણ વાંચો - Surat : દેશ માટે રમવું, એ વિચાર જ એક તાકાત હોય છે : CR પાટીલ
10 કલાક સુધી તપાસ આદરી, 100 CCTV ફૂટેજ ચેક કર્યા
રાંદેર પોલીસ મથકના PI સહિતની ટીમ દ્વારા જે સ્થળ પરથી બાળક ગુમ થયું હતું, ત્યાંથી અલગ-અલગ સ્થળો પરનાં CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે પોલીસે હ્યુમન સોર્સ પર લગાવ્યા હતા. પરંતુ, પોલીસને બાળકને કોઈ ભાળ મળી નહોતી. પોલીસની ટીમો દ્વારા 100 જેટલા સીસીટીવી ફૂટેજ ખાંગોળી નાખવામાં આવ્યા હતા, જ્યાં અંતે બાળક સુરતનાં સગરામપુરા વિસ્તારમાં પગપાળા જતું નજરે પડ્યું હતું. રાંદેર પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ કરી સુરતનાં સગરામપુરા વિસ્તારમાં આવેલા ક્ષેત્રફળ દાદાના મંદિર પાસેથી બાળકને શોધી કઢાયું હતું. પોલીસે તાત્કાલિક બાળકનો કબજો લઈ રાંદેર પોલીસ મથકે લઈ આવી હતી. આખરે 10 કલાકની મહામહેનત બાદ બાળક હેમખેમ મળી જતાં પોલીસને હાશકારો થયો હતો અને માતા-પિતાના જીવમાં જીવ આવ્યો હતો. બાળક અને માતા-પિતા વચ્ચે ભાવૂક દ્રશ્યો સર્જાયા હતા. માતા-પિતાએ પોલીસની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો - Rajkot : વિંછીયા પથ્થરમારાની ઘટનામાં કોળી ઠાકોર સેનાનું અલ્ટિમેટમ! કહ્યું- જો પાંચ દિવસમાં..!