Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, મુંબઈથી અપહરણ કરાયેલા 8 માસના બાળકને ફિલ્મી ઢબે બચાવ્યું

મુંબઈની ફૂટપાથ પર ગાઢ નિદ્રામાં સૂતેલા માતા-પિતાની પડખેથી એક 8 માસનું બાળક અચાનક ગાયબ થઈ જાય છે. અપહરણકર્તા મહિલા તેને સુરત સુધી લઈ આવે છે અને પોતાના પ્રેમી સાથે કોઈ મોટા પ્લાન હેઠળ ટ્રેનમાં સવાર થવાની તૈયારીમાં હોય છે. બરાબર એ જ ક્ષણે સુરત ક્રાઈમ બ્રાન્ચનું ‘ઓપરેશન મુસ્કાન’ શરૂ થાય છે.
surat ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી  મુંબઈથી અપહરણ કરાયેલા 8 માસના બાળકને ફિલ્મી ઢબે બચાવ્યું
Advertisement
  • Surat ક્રાઈમ બ્રાન્ચનું 'ઓપરેશન મુસ્કાન' સફળ!
  • મુંબઈથી અપહરણ કરાયેલા 8 માસના બાળકને સુરતમાંથી બચાવ્યું
  • મુંબઈના નાગાપાડામાં ફૂટપાથ પર સૂતેલા પરિવારનું બાળક ચોરાયું હતું
  • અપહરણકર્તા મહિલા અને તેનો પ્રેમી સુરત રેલવે સ્ટેશનથી ઝડપાયા
  • 2 પીઆઈ સહિત 20 પોલીસ જવાનોની ટીમે ટ્રેન પકડે તે પહેલા જ દબોચ્યા
  • સુરત પોલીસે બાળક અને આરોપીઓનો કબજો મુંબઈ પોલીસને સોંપ્યો

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી એકવાર પોતાની સતર્કતાનો પુરાવો આપીને એક માસૂમ જીવને બચાવી લીધો છે. મુંબઈના નાગાપાડા વિસ્તારમાંથી અપહરણ (Kidnapping) કરાયેલા 8 માસના બાળકને સુરત ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન પરથી હેમખેમ મુક્ત કરાવ્યું છે. આ સફળ કામગીરી ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત કરવામાં આવી છે, જેમાં પોલીસે અપહરણકર્તા મહિલા અને તેના પ્રેમીની પણ ધરપકડ કરી છે.

એક પરિવારના 8 માસના બાળકનું અપહરણ થયું હતું

ઘટનાની વિગત મુજબ, મુંબઈના નાગાપાડા (Nagpada) વિસ્તારમાં ફૂટપાથ પર સૂતેલા એક પરિવારના 8 માસના બાળકનું ગત દિવસોમાં અપહરણ થયું હતું. આ અંગે મુંબઈના નાગાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બાળકનું અપહરણ કરનાર મહિલા આરતી ઉર્ફે ઝરીના ઉમેશ જેસવાલ બાળકને લઈને સુરત આવી પહોંચી હતી. સુરતમાં તે પોતાના પ્રેમી સાથે મળીને બાળકને લઈને ટ્રેન મારફતે ભાગી છૂટવાની ફિરાકમાં હતી.

Advertisement

Surat_gujarat_first

Advertisement

Surat રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી કાર્યવાહી

સુરત ક્રાઈમ બ્રાન્ચને (Surat Crime Branch) આ અંગેની ગુપ્ત માહિતી મળતા જ તુરંત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના 2 પીઆઈ (PI) સહિત 20 પોલીસ જવાનોની એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે શંકાસ્પદ મહિલા અને તેના પ્રેમીને ટ્રેન પકડે તે પહેલા જ કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે રહેલું 8 માસનું બાળક મુંબઈથી અપહરણ કરાયેલું હોવાનું સ્પષ્ટ થતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. સુરત પોલીસે બાળકનો કબજો અને બંને આરોપીઓને મુંબઈ પોલીસને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી એક માસૂમ બાળક તેના પરિવારને પરત મળી શકશે.

આ પણ વાંચો: Jharkhandની દાનુઆ ખીણમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચ સભ્યોના ઘટનાસ્થળે મોત

Tags :
Advertisement

.

×