Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: જમીન વ્યવસાયીના પુત્રએ કર્યો આપઘાત, જાન્યુઆરીમાં જવાનું હતું અમેરિકા

Surat ના ઉમરામાં જમીન વ્યવસાયીના પુત્ર મિરાજે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
surat  જમીન વ્યવસાયીના પુત્રએ કર્યો આપઘાત  જાન્યુઆરીમાં જવાનું હતું અમેરિકા
Advertisement
  1. મૃતક મિરાજે તાજેતરમાં જ MBBS કર્યું હતું પૂરું
  2. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જાન્યુઆરીમાં જવાનો હતો અમેરિકા
  3. અમેરિકા જાય તે પહેલા જ પોતાની જીવન લીલા સંકેલી લીધી

Surat: સુરતમાં એક જમીન વ્યવસાયીના દીકરાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, સુરત (Surat)ના ઉમરામાં જમીન વ્યવસાયીના પુત્ર મિરાજે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, મિરાજે આ વર્ષે જ MBBS પૂરું કર્યું હતું. હવે મિરાજ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જાન્યુઆરીમાં અમેરિકા જવાનો હતો. પરંતુ અત્યારે તેણે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Khyati Hospital : કોઇપણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે : હર્ષ સંઘવી

Advertisement

આખરે શા માટે મિરાજે પોતાની જીવન લીલા સંકેલી?

મળતી જાણકારી પ્રમાણે અત્યારે આપઘાતના સમગ્ર મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે અને તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. જો કે, હજી સુધી કોઈ ખાસ કારણ સામે આવ્યું નથી કે આખરે શા માટે મિરાજનો પોતાની જિંદગી ટૂંકાવી પડી? એવું તો શું બન્યું કે પોસ્ટ ગ્રેજ્યુએશન પહેલા જ મિરાજે પોતાની જીવન લીલા સંકેલી લીધી? આવા તો અત્યારે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે અને લોકો પણ અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યાં છે પરંતુ સાચુ કારણ શું તે હજી સામે આવ્યું નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, જેથી તપાસને અંતે જાણવા મળશે કે આખરે આત્મહત્યા પાછળનું કારણ શું હતું?

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : બોપલમાં વધુ એક હત્યાનો બનાવ, શખ્સનો મૃતદેહ મળતા ચકચાર!

પુત્રએ આત્મહત્યા કરતા પરિવારમાં હૈયાફાટ રૂદન

નોંધનીય છે કે, પુત્રએ આત્મહત્યા કરી લેતા અત્યારે પરિવારજનોમાં ભારે શોકની લાગણી છે. પરિવાર અત્યારે હૈયાફાટ રૂદન કરી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે મિરાજ વિદેશમાં અભ્યાસ કરવા જાય તે પહેલાં જ પોતાના ઘરે કોઈક કારણોસર આપઘાત કરી પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. સમગ્ર પંથકમાં પણ અત્યારે શોકના લાગણી છવાઈ ગઈ છે. શું તેને કોઈ ભણતરનો ભાર હતો કે પછી કોઈ અન્ય કારણ હતું તે પોલીસ તપાસને અંતે જાણવા મળશે. આ સમગ્ર મામલે અત્યારે ઉમરા પોલીસ તપાસ કરી રહીં છે.

આ પણ વાંચો: Porbandar : મધદરિયે મેગા ઓપરેશન! 500 કિલો ડ્રગ્સ, 6 ઇરાની શખ્સની ધરપકડ

Advertisement

.

×