Surat: આસામમાં મોટું ઓપરેશન, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે જોડાયેલા સાયબર ઠગ ઝડપાયા
સુરત સાયબર ક્રાઇમ સેલ (Surat Cyber Crime Cell) દ્વારા ડિજિટલ ફ્રોડના નેટવર્ક પર એક મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. આસામના ગુવાહાટી (Guwahati Assam) ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને પોલીસે કરોડો દેશવાસીઓને નિશાન બનાવતા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ (Cyber Fraud) રેકેટના બે સાયબર ઠગોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફર અલી સમસુલ હક તરીકે થઈ છે.
Surat: સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાનથી થતું હતું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાન (Pakistan Operated Scam) થી થઈ રહ્યું હતું. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને કોન બનેગા કરોડપતિ (KBC) માં રૂ. 25 લાખ અને રૂ. 8 લાખની મોટી લોટરી (KBC Lottery Scam) લાગી હોવાની લાલચ આપતી હતી. ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ અને ટેક્સના નામે ભોગ બનનાર પાસેથી રૂ. 13.51 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.
સરકારી લોગોનો દુરુપયોગ અને બેંક એકાઉન્ટનું નેટવર્ક
વાંચકો અને ભોગ બનનારનો ભરોસો જીતવા માટે આ શાતિર ગુનેગારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India - RBI) ના લોગોવાળા નકલી લેટરપેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India - SBI) ના બનાવટી ચેક અને ભારત સરકારના લોગોવાળા મોહર મારેલા સ્ટેમ્પ પેપર વોટ્સએપ પર મોકલતા હતા. આ નકલી દસ્તાવેજો (Forged Documents) જોઈને લોકો સરળતાથી ફસાઈ જતા હતા. ભોગ બનનારને જે કોલ્સ આવ્યા હતા તે તમામ પાકિસ્તાની વોટ્સએપ નંબરોથી ઓપરેટ થતા હતા.
છેતરપિંડીના નાણાં આસામના બેંકમાં ટ્રાન્સફર થતા હતા
સાયબર સેલની વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીના નાણાં આસામના બેંક એકાઉન્ટ (Mule Accounts) માં ટ્રાન્સફર થતા હતા. મુખ્ય આરોપી ઇજાજુલ હકે માત્ર 1% કમિશન માટે પોતાનું એકાઉન્ટ મુઝફર અલીને આપ્યું હતું, જેણે આગળ 2% કમિશનના નામે આ એકાઉન્ટ મુખ્ય ફરાર આરોપીઓને સોંપ્યું હતું. આ એકાઉન્ટ્સમાંથી એટીએમ અને ચેક દ્વારા રોકડા નાણાં ઉપાડી લેવાતા હતા. આ ગેંગ સામે પોરબંદરના કુતિયાણા અને ઝારખંડમાં પણ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ રૂ. 28.68 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
આ પણ વાંચો: Operation Sindoor 2.0 : સેના પ્રમુખની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, ભારત કરી રહ્યું છે જોરદાર તૈયારી!


