Surat: 10 મહિનાથી નોકરી કરતા સંજય રાઠોડે કંપનીને લગાવ્યો લાખોનો ચૂનો
સુરતના કામરેજ વિસ્તારમાં એક જાણીતી ઓનલાઈન ડિલિવરી કંપનીમાં છેલ્લા દસ મહિનાથી વફાદારીપૂર્વક કામ કરતા એક કર્મચારીએ અચાનક એવું પગલું ભર્યું કે કંપની સદ્દભર આઘાતમાં સરી પડી છે.
Advertisement
Delivery Boy Fraud Surat: સુરત (Surat) ના કામરેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પ્રખ્યાત ઓનલાઈન કુરિયર અને લોજિસ્ટિક્સ કંપની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. કામરેજમાં આવેલી બ્લ્યુ ડાર્ટ કંપની (Blue Dart Company) માં ડિલિવરી બોય તરીકે કામ કરતા એક કર્મચારીએ કંપનીના વિશ્વાસનો ફાયદો ઉઠાવીને હજારો-લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. પકડાયેલા કર્મચારીએ ગ્રાહકો પાસેથી કેશ ઓન ડિલિવરી (Cash on Delivery) પેટે આવેલી મોટી રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી નાખી હતી.

