ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: બારડોલી ખાતે જિલ્લા BJP મધ્યસ્થ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

સુરતના બારડોલીમાં જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધા સજ્જ છે કાર્યાલય Surat : સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત (Surat )જિલ્લા ભાજપ(BJP)નું નવું મધ્યસ્થ કાર્યાલયનુ નિર્માણ કરવામાં આવ્યું છે.નવ નિર્મિત મધ્યસ્થ...
02:32 PM Aug 11, 2024 IST | Hiren Dave
સુરતના બારડોલીમાં જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધા સજ્જ છે કાર્યાલય Surat : સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત (Surat )જિલ્લા ભાજપ(BJP)નું નવું મધ્યસ્થ કાર્યાલયનુ નિર્માણ કરવામાં આવ્યું છે.નવ નિર્મિત મધ્યસ્થ...
  1. સુરતના બારડોલીમાં જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ
  2. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ
  3. નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધા સજ્જ છે કાર્યાલય

Surat : સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત (Surat )જિલ્લા ભાજપ(BJP)નું નવું મધ્યસ્થ કાર્યાલયનુ નિર્માણ કરવામાં આવ્યું છે.નવ નિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી એવા સી.આર.પાટીલ (CRPatil)તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય પ્રભારી રત્નાકરજીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

ભાજપનું નવુ કાર્યાલય

આધુનિક કાર્યાલય કાર્યકરોને મળે એ હેતુ સાથે નવા મધ્યસ્થ કાર્યાલયનો આજે વિધિ માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સુરત જિલ્લાના બારડોલી ખાતે નવા જિલ્લા ભાજપના કાર્યાલયનુ ઉદ્ઘાટન પ્રસંગ હોય પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજની કેટલીક ચૂંટણીઓ અંગે સૂચક નિવેદનો કર્યા હતા. ગત તમામ ચૂંટણીઓ અને થયેલ મતદાન તેમજ મળેલા મત અંગે પોતાની કેટલીક હૈયાવરાળ પણ ઠાળવી હતી. સુરત જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી બારડોલી લોકસભામાં સુરત અને તાપી જિલ્લાનો પણ સમાવેશ થાય છે.

આ પણ  વાંચો-VADODARA : તિરંગા યાત્રાને લઇ પોલીસનું જાહેરનામું, જાણો કયા રૂટ ડાયવર્ટ કરાયા

નેતાઓ રહ્યાં હાજર

તાપી જિલ્લાની નિઝર વિધાનસભા, તેમજ સુરત જિલ્લાની પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાની માંગરોળ વિધાનસભા, માંડવીના હાલના ધારાસભ્યને રાજ્ય સરકારના રાજ્યમંત્રી કુવરજી હળપતિ એવો પણ પોતાની વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં માઈનસ જતા સી આર પાટીલે મંચ ઉપરથી તેઓને ટકોર પણ કરી હતી વર્ષોથી સુરત જીલ્લો ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે જિલ્લા ભાજપના નવા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ પ્રમુખ અને તેઓના ઘરના સભ્યોને પણ પ્રતિનિધિ સ્વરૂપે મંચ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું.

Tags :
BarodoliInaugurationBarodoliUpdatesBJPBarodolibjpgujaratBJPHeadquartersCentralMinisterCRPatilGujaratFirstModernOfficePoliticalLeadershipStateMinistersSuratDevelopmentSuratPolitics
Next Article