Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાંચમી વખત આવ્યું પૂર, લોકોના ઘરોમાં ભરાયા પાણી

મીંઢોળા નદીમાં ચાલુ સીઝન માં પાંચ વખત પૂર આવ્યું તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદીના પૂરના પાણી ભરાયા રાજ્યમાં હજી પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી Surat: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. શિયાળાની...
surat  ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાંચમી વખત આવ્યું પૂર  લોકોના ઘરોમાં ભરાયા પાણી
  1. મીંઢોળા નદીમાં ચાલુ સીઝન માં પાંચ વખત પૂર આવ્યું
  2. તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદીના પૂરના પાણી ભરાયા
  3. રાજ્યમાં હજી પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

Surat: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ચોમાસું પૂર્ણ થવાના મૂડમાં નથી. કારણે કે, હજી પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત (Surat)માં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે. સુરત (Surat)માં ઉપરવાસ ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂર આવ્યું છે. નોંધનીય છે કે, મીંઢોળા નદીમાં ચાલુ સીઝનમાં પાંચમી વખત પૂર આવ્યું છે.

Advertisement

વસાહતમાં પાંચમી વખત લોકોના ઘરોમાં પાણી ભરાયા

વિગતે વાત કરવામાં આવે તો, બારડોલી નગરના વોર્ડ નંબર 09 માં આવતા તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદીના પૂરના પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. બારડોલી નગરના કોર્ટ સામે આવેલ વસાહતમાં પાંચમી વખત લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. લોકોનો ઘર વખરીનો સામાન પાણીમાં પલળી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. મીંઢોળા નદીના જળસ્તર વધતા જોય વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાના સૂચના આપવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: આવી વિદાય માત્ર શિક્ષકને જ મળી શકે! બે શિક્ષિકાઓની બદલી થતાં વિદ્યાર્થીઓ હિબકે ચડ્યા

Advertisement

24 કલાકમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે, વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 212 તાલુકાઓને વરસાદ નોંધાયો છે છે. આ 24 કલાકમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યાં વ્યારામાં 8.5 ઇંચ અને સોનગઢમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ રીતે તાપીના ખેડૂતો માટે આશા નું એક નવું કારણ બન્યું છે, કારણ કે આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે.

આ પણ વાંચો: Ahmedabad: આજે વહેલી સવારથી શહેરમાં શરૂ થયો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો

આજે વહેલી સવારથી અમદાવના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના સરખેજ, શિવરંજની, નવા વાડજ, એસજી હાઈવે, ચાંદલોડિયા અને બોપલ સહિતના વિસ્તારોમાં ધીમેધારે વરસાદ શરૂ થયો છે. વાતાવરણના કારણે શહેરનું વાતાવરણ શિતળ થયું છે. અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે શહેરમાં વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ શરૂ થતાની સાથે જ શહેરનું વાતાવરણ 5 ડિગ્રી ઓછું થયું છે. આ સાથે હજી પણ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. કાલની વાત કરવામાં આવે તો બોપલ, નરોડા અને મણિનગરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. બુધવારે ઝાપટાં પડ્યા પછી ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી ગગડીને 34.2 અને લઘુતમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 25.2 ડિગ્રી નોંધાયું હતું.

આ પણ વાંચો: Gujarat: છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વ્યારામાં 8.5 ઇંચ વરસાદ થયો

Tags :
Advertisement

.