સુરત જિલ્લાના ખેડૂતો પણ સંમેલનમાં જોડાશે તેવી વાત સામે આવી છે. સુરત જિલ્લામાંથી 65 ટ્રેક્ટર અને 100 જેટલી કાર સાથે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા છે. ટાવર લાઇન રદ કરો, ખેડૂત ઝિંદાબાદ, ખેડૂતો પર દમન બંધ કરો જેવા નારા સાથે ખેડૂતો ખેડૂત અધિકાર યાત્રામાં જોડાયા.
ઇલાવ ગામે પાવરગ્રીડ લાઇનનો ફરી વિરોધ
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે પાવરગ્રીડ લાઇનના કામ સામે ખેડૂતોએ ફરી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવરગ્રીડ ટાવરના કામ માટે તેમના ખેતરોમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી વાહનો લઈ જવામાં આવતા જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. વડોદરાથી સુરતના ઓલપાડ સુધી જતી આ પાવરગ્રીડ લાઇન માટે ટાવર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
3 જૂન 2026ના રોજ સુરેન્દ્રનગરમાં પણ પાવરગ્રીડનો ખેડૂતોએ કર્યો વિરોધ
સુરેન્દ્રનગરમાં પાવરગ્રીડ કંપનીની કામગીરી સામે કોંઢ ગામના ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. જેના વિરોધમાં ખેડૂતોએ રાજકોટ સ્ટેટ હાઈવે પર ઉતરી આવી ચક્કાજામ સર્જ્યો હતો. હાઈવે જામ થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનચાલકો અટવાયા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસે સ્થળ પર પહોંચી હાઈવે ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર