Surat: પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ધોવાયા, શહેરભરમાં જળબંબાકારની સ્થિતી
ચોમાસાના પ્રથમ વરસાદે જ સુરત શહેરની ગર્ભિત સમસ્યાઓને ખુલ્લી પાડી દીધી છે. એક તરફ રસ્તાઓનું ધોવાણ તો બીજી તરફ કેમિકલ માફિયાઓનો ત્રાસ, સુરતવાસીઓ માટે આ વરસાદ આશીર્વાદને બદલે આફત બનીને આવ્યો છે. પાલિકાના કામો કેમ ધોવાઈ ગયા અને આટલી જલ્દી જળબંબાકાર કેમ થયો, તે પ્રશ્નો આજે દરેક સુરતીના મનમાં છે.
Advertisement
Surat Municipal Corporation Failure: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી સાથે જ સુરત મહાનગરપાલિકાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સુરતનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ મોટા વરાછામાં કલાકુંજ બ્રિજ નજીક નવો બનેલો રોડ બેસી જતાં પાલિકાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. અંદાજિત 300 મીટર રોડ જમીનમાં ધસી જતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. મેયરે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસના આદેશ આપવા પડ્યા હતા.

