Surat: 'ફિલ્મી દુનિયામાં તારું નામ થઈ જશે', કહીને કરોડોની ઠગાઈ કરનાર યુવક-યુવતી ઝડપાયા
- Surat માં વેબસિરીઝ અને સિરિયલમાં રોલ આપવાના નામે ઠગાઈ
- સુરતના વેસુના વેપારી પાસેથી 1.71 કરોડની ઠગાઈ
- વેસુના વેપારીને રંગીન સપના બતાવી ઠગ ટોળકીએ ઝાંસો આપ્યો
- 32 વર્ષીય રાહુલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- પોલીસે દિલ્હીના બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
- દિલ્હીના સ્ટુડિયોને તાળું મારી ઠગોએ ફોન બંધ કરી દીધા હતા
Surat Fraud Case:સુરતમાંથી ફિલ્મી દુનિયાના નામે મોટી ઠગાઈનો ભાંડો ફૂટ્યો છે. બોલિવુડ-ઓટીટી પ્રોજેક્ટમાં મોટો રોલ અપાવવાના લાલચે વેસુના જાણીતા સાડી વેપારી રાહુલ માંગીલાલ રાઠોડ પાસેથી રુ. 1 કરોડ 71 લાખની ઠગાઈ(Cheating) કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે. અલથાણ પોલીસે(Althana Police) ઝડપી કાર્યવાહી કરતાં માસ્ટરમાઇન્ડ મહિલા અલકા વિજયસિંગ બરણીયા (ઉર્ફે અલકા ઠાકુર) અને તેનો સાગરીત વિવેક ઉર્ફે રાહુલ રોય રાજપૂતને દિલ્હી(Delhi)થી પકડી પાડ્યા છે.
રુપિયા પડાવી ફોન બંધ કરી દીધો
2022ના ઓક્ટોબર માસમાં ઇન્સ્ટાગ્રામ પર “Dreams Maker Studio” નામની આઈડીથી પોર્ટફોલિયો શૂટ માટે ફોર્મ મોકલવામાં આવ્યું હતું. રાહુલે ફોર્મ ભરતાં અલકા ઠાકુરનો સંપર્ક થયો અને તેને દિલ્હી બોલાવી અલકા, અરમાન ખાન, શિવા ઠાકુર તથા વિવેક રાજપૂતે મળીને મોટા વેબસિરીઝ અને સિરિયલના પ્રોજેક્ટની લાલચ આપી હતી. ફિલ્મી દુનિયામાં તારુ નામ થઈ જશે તેવી પણ લાલચ આપી હતી. જે બાદ કોન્ટ્રાક્ટ, રજિસ્ટ્રેશન ફી, શૂટિંગ ખર્ચ વગેરેના નામે UPI, ચેક અને આંગડિયા મારફતે એક-એક લાખથી લઈને 10-15 લાખ સુધીના હપ્તા લઈને કુલ રુ. 1 કરોડ 71 લાખ પડાવી લીધા હતા. પ્રોજેક્ટ લોન્ચ થતાંની સાથે કામ મળશે એવા સપના બતાવી છેલ્લે બધાના ફોન બંધ કરી ગાયબ થઈ ગયા હતા.
ફિલ્મી દુનિયાના રંગીન સપના બતાવીને આ રીતે કરોડો રૂપિયા લૂંટી લીધા! | Gujarat First
વેબસિરીઝ અને સિરિયલમાં રોલ આપવાના નામે ઠગાઈ
સુરતના વેસુના વેપારી પાસેથી 1.71 કરોડની ઠગાઈ
વેસુના વેપારીને રંગીન સપના બતાવી ઠગ ટોળકીએ ઝાંસો આપ્યો
32 વર્ષીય રાહુલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી… pic.twitter.com/GaIBOPlvaE— Gujarat First (@GujaratFirst) November 22, 2025
આરોપી યુવક-યુવતી ઝડપાયા
જ્યારે રાહુલ રાઠોડને શંકા ગઈ ત્યારે તેણે અલથાણ પોલીસ સ્ટેશને(Althana Police) ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસમાં ખુલ્યું કે દિલ્હીનો “Dreams Maker Studio” નામનો કોઈ સ્ટુડિયો અસ્તિત્વમાં જ નથી અને સરનામું પણ બનાવટી છે. પોલીસે દિલ્હી પોલીસની મદદથી રેડ પાડી અલકા બરણીયા અને વિવેક રાજપૂતને ઝડપી લીધા છે. અલકા સામે ભોપાલમાં પણ આવી જ ઠગાઈના ત્રણ જૂના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. બંનેની હાલ ઊંડી પૂછપરછ ચાલુ છે અને ફરાર આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Kheda: ડાકોરમાં 40 વિદ્યાર્થિનીને બસ ના મૂકાતા હાલાકી, ડેપોમાં કર્યો હોબાળો


