ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: ઝોલાછાપ તબીબોનું સૌથી મોટું કારસ્તાન! પાંડેસરામાં શરૂ કરી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં...

Surat: સુરતમાં ઝોલાછાપ તબીબોએ સાથે મળીને હોસ્પિટલ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના પાંડેસરામાં ઝોલાછાપ તબીબોએ ભેગા મળીને પોતાની હોસ્પિટલ શરૂ કરી છે.
12:11 PM Nov 18, 2024 IST | VIMAL PRAJAPATI
Surat: સુરતમાં ઝોલાછાપ તબીબોએ સાથે મળીને હોસ્પિટલ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના પાંડેસરામાં ઝોલાછાપ તબીબોએ ભેગા મળીને પોતાની હોસ્પિટલ શરૂ કરી છે.
Surat
  1. પાંડેસરામાં ઝોલાછાપ તબીબોએ પોતાની હોસ્પિટલ શરૂ કરી
  2. ઉદ્ઘાટન આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીઓના નામ પણ સામેલ
  3. હોસ્પિટલમાં સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ

Surat: સુરતમાં ઝોલાછાપ તબીબોએ સાથે મળીને હોસ્પિટલ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના પાંડેસરામાં ઝોલાછાપ તબીબોએ ભેગા મળીને પોતાની હોસ્પિટલ શરૂ કરી છે. જો કે, આ તબીબો પર બોગસ મેડિકલ પ્રેક્ટિસ મામલે ગુનો નોંધાઈ ચૂક્યો છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે, આખરે આ બોગલ તબીબોને હોસ્પિટલ શરૂ કરવાની પરવાનગી કોણે આપી? Surat જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગ (Health Department)ની કામગીરી પણ પણ અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Patan: મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સામે નોંધાઈ ફરિયાદ

હોસ્પિટલના ઉદ્ઘાટન આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીઓના નામ!

ખાસ કરીને વાત કરવામાં આવે તો, હોસ્પિટલના ઉદ્ઘાટનની એક પ્રત્રિકા પણ અત્યારે વાયરલ થઈ રહીં છે. જેમાં ચોંકાવનારી વાત એ છે કે, આ હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં પોલીસ અધિકારીઓના નામ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ પોલીસ અધિકારીઓને ખબર નહીં હોય આ આ તબીબો સામે ગુનાઓ નોંધાયેલા છે. સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે, એકની સામે તો દારૂની હેરાફેરીનો પણ કેસ થયેલો છે. આવા લોકો જાહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે અને આરોગ્યા વિભાગ દ્વારા પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવી?

આ પણ વાંચો: VADODARA : પત્ની જોડે ઝઘડો થયા બાદ પતિએ ભગવાનની મૂર્તિ ખંડિત કરી

ઝોલાછાપ તબીબોને હોસ્પિટલની પરવાની કોણે આપી?

મળતી વિગતો પ્રમાણે પાંડેસરામાં ઝોલાછાપ તબીબો દ્વારા શરૂ કરવામાં આવેલી હોસ્પિટલમાં સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરત ફાયર વિભાગ (Surat Fire Department) દ્વારા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સાથે સાથે NOC ની પણ તપાસ કરવામાં આવી રહીં છે. નોંધનીય છે કે, અત્યારે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ઝોલાછાપ તબીબોની હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ અત્યારે એ છે કે, આવા ઝોલાછાપ તબીબોને હોસ્પિટલ શરૂ કરવાની પરવાનગી કેમ આપવામાં આવી?

આ પણ વાંચો: 21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમી ઉઠ્યા, બાળકોની ચહેરા પર અનેરો ઉત્સાહ

Tags :
Duplicate DoctorDuplicate Doctor Started New HospitalDuplicate Doctor Started New Hospital in SuratGuajratGujarati NewsGujarati SamacharPandesaraSuratSurat Health DepartmentSurat newsSurat PandesaraVimal Prajapati
Next Article