ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : Drugs મામલે ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghviનું મોટું નિવેદન

રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મહત્વનું નિવેદન અનેક પોલીસ જવાનોએ સહાદત આપી છે: હર્ષ સંઘવી Surat Policeને ગૃહમંત્રી Harsh Sanghvi એ  ટકોર કરી Surat :રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harshsanghavi )એ સુરત(Surat )માં મહત્વનું નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે જો...
02:28 PM Aug 12, 2024 IST | Hiren Dave
રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મહત્વનું નિવેદન અનેક પોલીસ જવાનોએ સહાદત આપી છે: હર્ષ સંઘવી Surat Policeને ગૃહમંત્રી Harsh Sanghvi એ  ટકોર કરી Surat :રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harshsanghavi )એ સુરત(Surat )માં મહત્વનું નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે જો...
Harshsanghvi
  1. રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મહત્વનું નિવેદન
  2. અનેક પોલીસ જવાનોએ સહાદત આપી છે: હર્ષ સંઘવી
  3. Surat Policeને ગૃહમંત્રી Harsh Sanghvi એ  ટકોર કરી

Surat :રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harshsanghavi )એ સુરત(Surat )માં મહત્વનું નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે જો ડ્રગ્સ પકડવામાં લોકલ પોલીસ યોગ્ય રીતે કામ નહીં કરે, તો લોકો તેમના Googleપર ઉપલબ્ધ નંબર પર સીધો સંપર્ક કરી શકે છે. તેમણે વચન આપ્યું કે તેઓ આ મુદ્દે તરત જ એક્શન લેશે.સંઘવીએ વધુમાં જણાવ્યું કે ડ્રગ્સ પકડવા માટે રાત દિવસ એક કરવી પડે છે, અને આ પ્રક્રિયા એટલી સરળ નથી. તેમણે પંજાબમાં આમી આદમી પાર્ટીની સરકારને ટકોર કરતાં કહ્યું કે આટલા વર્ષોમાં પંજાબે ડ્રગ્સ મુદ્દે શું કાર્યવાહી કરી છે, તે લોકોને પૂછવું જોઈએ.

મહિધરપુરા વિસ્તારોમાં ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની મહત્વની સુચના આપી.

હર્ષ સંઘવીએ દેશના યુવાનોનું જીવન બચાવવાની મહત્વની જવાબદારીની વાત કરી અને જોર આપ્યું કે માત્ર ટીકા કરવામાં સમય ન બગાડવો જોઈએ. કડક કાર્યવાહીને લગતી માહિતીઓ આપવી જરુરી છે.તેમણે સુરતના વરાછા, કતારગામ, અને મહિધરપુરા વિસ્તારોમાં ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની મહત્વની સુચના આપી.

આ પણ  વાંચો -Aravalli: બાયડમાંથી પોલીસે બાંગ્લાદેશી યુવકની કરી ધરપકડ

વરાછામાં લોક ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યક્રમમાં રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે પોલીસ (GujaratPolice) જવાનોની ત્યાગ અને બલિદાનની પ્રશંસા કરી અને ડ્યુટીના સ્ટ્રેસમાં અનેક જવાનો શહાદત પામ્યા હોવાનો ઉલ્લેખ કર્યો.સંઘવીએ કહ્યું કે માત્ર સન્માન, સાલ, અને રકમ જવાનના પરિવારને પૂરતી સાંત્વના નથી આપતી તેમને હૂંફની પણ જરૂર છે. તેમણે આ વાત પર ભાર મૂક્યો કે પોલીસ કર્મચારીઓને દિવસભર નકારાત્મક લોકોને જ હેન્ડલ કરવું પડે છે, ભાવનાત્મક સ્તરે મુશ્કેલ અને પડકારજનક છે.આ નિવેદન સાથે, રાજ્યગૃહ મંત્રીએ પોલીસ અને તેમના પરિવારના હિતમાં વધુ સમજદારી અને સંવેદનશીલતા દાખવવાની અપીલ કરી.

આ પણ  વાંચો -Patan: કોંગ્રેસના MLAએ સરસ્વતી બેરેજમા પાણી છોડવા CM ને લખ્યો પત્ર

લોકોને સામાજિક અને કાયદાકીય પાઠ ભણાવવો ખૂબ જ જરૂરી : હર્ષ સંઘવી

વરાછા અને મહિધરપુરા પોલીસ અધિકારીઓને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરતાં જણાવ્યું કે મારા શહેરના મહેનતુ વેપારીઓ, જેઓ રાત-દિવસ મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમને અન્ય વેપારીઓ બરબાદ કરવાનો પ્રયાસ કરે તો તેવા લોકોને 100 વખત પાઠ ભણાવવો જોઈએ. તેમણે સમજાવ્યું કે આ પ્રકારના લોકોને સામાજિક અને કાયદાકીય રીતે પાઠ ભણાવવો ખૂબ જ જરૂરી છે.

આ પણ  વાંચો -VADODARA : બિલ વગરના 139 મોબાઇલ પકડી પાડતા માર્કેટમાં સન્નાટો

સાથે મળીને સિસ્ટમમાં સુધારા લાવવાનો છે :હર્ષ સંઘવી

સંઘવીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે વરાછા અને મહિધરપુરા પોલીસ સ્ટેશન આ બાબતમાં લોકોને યોગ્ય મદદ કરશે.આ સાથે, તેમણે જણાવ્યું કે આ સમય એકબીજાને હૂંફ આપવાનો છે અને સાથે મળીને સિસ્ટમમાં સુધારા લાવવાનો છે, કોઈને નીચા પાડીને નહીં.સંઘવીએ યાદ અપાવ્યું કે સારા પરિવારોમાંથી જ જવાનો પોલીસ બનીને આવી રહ્યા છે, અને પોલીસ આપણા સમાજનો જ ભાગ છે. તેમણે ગુજરાત પોલીસની ડ્રગ્સ મામલે ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા પણ કરી.

Tags :
GfcardGujaratFirstGujaratFirst #SuratGujaratPoliceHarshSanghaviHarshSanghviMahidharpuraNoDrugsCampaignSuratVarachcha
Next Article