Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : "મોદીજી અને દેશના નાગરિકોની જોડી ડંકો વગાડવાની છે" - હર્ષભાઇ સંઘવી

SURAT : રાહુલ ગાંધીના નેતૃત્વમાં 89 મી ચૂંટણીમાં હાર પ્રાપ્ત થઇ છે. દેશને ખૂણે ખૂણે જે નફરતની રાજનીતિ જોવા મળી રહી છે. તેને જનતા જાકારો આપી રહી છે
surat    મોદીજી અને દેશના નાગરિકોની જોડી ડંકો વગાડવાની છે    હર્ષભાઇ સંઘવી
Advertisement

SURAT : આજરોજ રસાકસીભરી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી (VAV SEAT BY ELECTION) નું પરિણામ ભાજપની તરફેણાં આવ્યું છે. મતગણતરીના અંતિમ તબક્કા સુધી સસ્પેન્સ જળવાયું હતું. આખરે ભાજપના સ્વરૂપજી ઠાકોરનો (BJP CANDIDATE WIN VAV SEAR) વિજય થયો છે. જે બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) નું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, વાવની જનતાએ જાતિકરણની રાજનીતિને જાકારો આવ્યો છે, અને વિકાસની રાજનીતિને આવકારી છે. વાવની જનસા સુધી વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરાશે, તેવો મને વિશ્વાસ છે.

દેશમાં સૌથી વધુ ચૂંટણી હારવાનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે

આ સાથે જ મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત મહાયુતિના ભવ્ય વિજય અંગે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) કહ્યું કે, મહારાષ્ટ્રમાં આજે ઐતિહાસિક વિજય થયો છે. મહારાષ્ટ્ર (MAHARASTRA ELECTION, BJP WON) માં ચારેય દિશાઓમાંથી મોદી મોદીના નારા લાગી રહ્યા છે. મોદીજી અને દેશના નાગરિકોની જોડીએ આ દેશમાં ડંકો વગાડવાની છે. એક નવી ઉંચાઇ પ્રાપ્ત થઇ છે. જેને ઝડપથી આગળ વધારવાની છે. આજે કોંગ્રેસે પણ ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 89 મી ચૂંટણીમાં હાર પ્રાપ્ત થઇ છે. દેશને ખૂણે ખૂણે જે નફરતની રાજનીતિ જોવા મળી રહી છે. તેને જનતા જાકારો આપી રહી છે. દેશમાં સૌથી વધુ ચૂંટણી હારવાનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે.

Advertisement

આ જીત સેવાની જવાદબારી નિભાવવા માટેની જીત છે

ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે કોંગ્રેસના અનેક કાર્યકરો સોશિયલ મીડિયા પર ખોટા પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ દેશના યુવાનોને ખોટા માર્ગે દોરવા માટે પ્રોપોગેન્ડ ફેલાવી રહી છે. આ જીત સેવાની જવાદબારી નિભાવવા માટેની જીત છે. આવનારા દિવસોમાં કામગીરી કરવા માટે અમે તૈયાર છે.

Advertisement

સરકારની યોજનાઓને પહોંચાડવા માટે પ્રયત્ન કરશો

વધુમાં હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) એ જણાવ્યું કે, મેં મજુરાના કાર્યકરોને અપીલ કરી છે કે, બે મહિના સુધી સરકારની યોજનાઓને પહોંચાડવા માટે પ્રયત્ન કરશો. મારા વિધાનસભા મતવિસ્તારમાં વિધવા બહેનોનો સરકારની વિધવા સહાય યોજનાનો લાભ આપવા માટે સક્રિય રહેશો.

આ પણ વાંચો -- SURAT : ગુજરાત ભાજપમાં નવા સંગઠનના સંકેત, પાટીલે કહ્યું , "મારી વિદાય વસમી ખુશી ભરી હશે"

Tags :
Advertisement

.

×