Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : ગુજરાત ભાજપમાં નવા સંગઠનના સંકેત, પાટીલે કહ્યું , "મારી વિદાય વસમી ખુશી ભરી હશે"

SURAT : જેમને નવી તક મળશે, તેમને એડવાન્સમાં અભિનંદન પાછવું છું. નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના મળી છે. - સી. આર. પાટીલ
surat   ગુજરાત ભાજપમાં નવા સંગઠનના સંકેત  પાટીલે કહ્યું    મારી વિદાય વસમી ખુશી ભરી હશે
Advertisement

SURAT : ગુજરાત ભાજપ (GUJARAT BJP) માં નવા સંગઠનની રચનાના સંકેત સામે આવી રહ્યા છે. આજરોજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી (JAL SHAKTI MINISTER OF INDIA) અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ (GUJARAT BJP PRESIDENT) સી. આર. પાટીલ (C R PATIL) દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મારી વિદાય વસમી ખુશી ભરી હશે. મેં બે વખત કોઇને જવાબદારી સોંપવા કહ્યું છે. જેમને નવી તક મળે તેમને એડવાન્સમાં અભિનંદન.

મોટું નિવેદન આપવામાં આવ્યું

આજે ગુજરાતમાં વાવ બેઠક યોજાયેલી પેટા ચૂંટણીમાં રસાકસી ભરી જંગમાં ભાજપના ઉમેદવારની જીત થઇ છે. જે બાદ ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચનાના સંકેતો સામે આવી રહ્યા છે. આજે સુરતમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી (JAL SHAKTI MINISTER OF INDIA) અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ (GUJARAT BJP PRESIDENT) સી. આર. પાટીલ (C R PATIL) દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, મારી વિદાય વસમી ખુશી ભરી હશે.

Advertisement

Advertisement

એડવાન્સમાં અભિનંદન પાછવું છું

તેમણે વધુમાં જણાવ્યું કે, આજે તમારી સામે ત્રણ હોદ્દા લઇને ઉભો છું. મેં બે વખત કોઇને જવાબદારી સોંપવા માટે કહ્યું છે. જેમને નવી તક મળશે, તેમને એડવાન્સમાં અભિનંદન પાછવું છું. નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના મળી છે.

સૌ કોઇની નજર રહેશે

કેન્દ્રિય જળશક્તિ મંત્રી (JAL SHAKTI MINISTER OF INDIA) અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ (GUJARAT BJP PRESIDENT) સી. આર. પાટીલ (C R PATIL) નું નિવેદન આવનાર સમયમાં નવા સંગઠનની રચના કરવા તરફ પ્રબળ સંકેતો આપી રહ્યું છે. હવે આ મામલે પાર્ટી ક્યારે અને કોના નામોની જાહેરાત કરે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- vav assembly By-Election Result: વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને કહ્યું કે...

Tags :
Advertisement

.

×