Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: ફાયર બ્રિગેડના જવાનો દેવદૂત બન્યા, કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદેલા યુવકનો આબાદ બચાવ

સુરતના વ્યસ્ત કાપોદ્રા બ્રિજ પરથી અચાનક એક 25 વર્ષીય યુવકે તાપી નદીમાં ઝંપલાવતા અફરાતફરી મચી ગઈ હતી. ભરબપોરે બનેલી આ ઘટના પાછળના કારણો હજુ રહસ્યમય છે, પરંતુ ફાયર બ્રિગેડ અને પોલીસના સંયુક્ત ઓપરેશને આ યુવક માટે નવો જન્મ આપ્યો છે. આખરે એવી કઈ મજબૂરી હતી કે યુવકે મોતને વહાલું કરવા નદીમાં પડતું મૂક્યું?
surat  ફાયર બ્રિગેડના જવાનો દેવદૂત બન્યા  કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદેલા યુવકનો આબાદ બચાવ
Advertisement
  • Surat ના કાપોદ્રા બ્રિજ પરથી યુવકે તાપીમાં લગાવી છલાંગ
  • 25 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર તાપીમાં કર્યો આપઘાતનો પ્રયાસ
  • રાહદારીઓએ ફાયર બ્રિગેડ અને પોલીસને ત્વરિત જાણ કરી
  • ફાયરના જવાનોએ રિંગ બોયાની મદદથી યુવકનો જીવ બચાવ્યો
  • રેસ્ક્યુ બાદ યુવકને અશ્વિનીકુમાર પોલીસ મથકે સોંપવામાં આવ્યો
  • પોલીસ દ્વારા આપઘાતના પ્રયાસનું કારણ જાણવા તપાસ શરૂ

Surat: ડાયમંડ સિટી સુરતમાં રવિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં એક યુવકે જીવન ટૂંકાવવા માટે તાપી નદી (Tapi River) માં મોતની છલાંગ લગાવી હતી. જોકે, ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડ (Surat Fire Brigade) ના જવાનોએ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી યુવકને સહી-સલામત બહાર કાઢી લેતા તેની જિંદગી બચી ગઈ છે.

Surat: યુવકે મોતની છલાંગ લગાવી

મળતી માહિતી મુજબ, 25 વર્ષીય એક યુવકે કોઈ અગમ્ય કારણોસર શહેરના કાપોદ્રા બ્રિજ (Kapodra Bridge) પરથી તાપી નદીના પ્રવાહમાં કૂદીને આપઘાતનો પ્રયાસ (Attempt to Suicide) કર્યો હતો. યુવકને નદીમાં કૂદતો જોઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ (Surat Police) ને જાણ કરી હતી.

Advertisement


યુવકને ફાયર વિભાગે બચાવ્યો

Advertisement

ઘટનાની ગંભીરતાને જોતા મોટા વરાછા અને કાપોદ્રા ફાયર સ્ટેશન (Fire Station) ના જવાનો રિંગ બોયા અને લાઈફ જેકેટ સહિતના રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરના સાહસિક જવાનોએ તાપી નદીના ઊંડા પાણીમાં ઉતરીને ડૂબી રહેલા યુવકને સફળતાપૂર્વક રેસ્ક્યુ (Rescue Operation) કરી બહાર કાઢ્યો હતો.

યુવકને સારવાર અર્થે દાખલ કરાયો

બહાર કાઢ્યા બાદ યુવકની શારીરિક તપાસ કરવામાં આવી હતી અને તેને અશ્વિનીકુમાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ યુવકે કયા કારણોસર આટલું આત્યંતિક પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. હાલમાં પોલીસે યુવકના પરિવારનો સંપર્ક કરી તેના આપઘાતના પ્રયાસ પાછળના કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ફાયર બ્રિગેડની આ ત્વરિત કાર્યવાહીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

આ પણ વાંચો: Jashpur Plane Crash: છત્તીસગઢના જશપુરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ,ભીષણ આગમાં વિમાન બળીને ખાખ

Tags :
Advertisement

.

×