Surat: દેશી પિસ્તોલ સાથે સમીરશા ઉર્ફે 'અગ્નિપથ' ઝડપાયો, પત્ની સાથેના ઝઘડામાં લાવ્યો હતો હથિયાર
- Surat ના લીંબાયતમાં પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો
- દેશી હાથ બનાવટી ટ્રીગરવાળી પિસ્ટલ સાથે આરોપી ઝડપાયો
- પોલીસે સમીરશા ઉર્ફે અગ્નીપથ રાશીદશાની ધરપકડ કરી
- આરોપીએ લીંબાયતના ખુલ્લા મેદાનમાં હથિયાર સંતાડ્યું હતું
- પત્ની સાથે ચાલી રહેલા ઝઘડાને લઈ લાવ્યો હતો હથિયાર
- ગુનાને અંજામ આપે તે પહેલા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
સુરત (Surat) શહેરમાં ગેરકાયદે હથિયારો હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે એક્શન મોડમાં આવેલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. સુરતના લીંબાયત વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે દેશી હાથ બનાવટી ટ્રીગરવાળી પિસ્તોલ (Illegal Country-made Pistol) સાથે એક શખ્સને દબોચી લીધો છે. પકડાયેલા આ શાતિર આરોપીની ઓળખ સમીરશા ઉર્ફે અગ્નિપથ રાશીદશા તરીકે થઈ છે. આરોપી કોઈ ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેને કાયદાના સિંજામાં લીધો છે.
Surat: મેદાનમાં સંતાડ્યું હતું હથિયાર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સમીરશા ઉર્ફે અગ્નિપથે ગેરકાયદે રીતે મેળવેલી આ દેશી પિસ્તોલને લીંબાયત વિસ્તારમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં છુપાવીને રાખી હતી. પોલીસને આ અંગે સચોટ અને ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવીને રેડ કરવામાં આવી હતી અને આરોપીને હથિયાર સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પત્ની સાથેના વિવાદમાં લોહી વહેવડાવવાનો હતો પ્લાન
પિસ્તોલ લાવવા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, છેલ્લા કેટલાક સમયથી તેની પત્ની સાથે ગંભીર પારિવારિક ઝઘડા (Domestic Dispute) ચાલી રહ્યા હતા. આ ઘરકંકાસ અને વિવાદની અદાવતમાં કોઈ મોટી વારદાતને અંજામ આપવાના ઈરાદા સાથે જ તે આ જીવલેણ હથિયાર લાવ્યો હતો. જો કે, તે પોતાના મનસૂબામાં કામયાબ થાય તે પહેલાં જ લીંબાયત પોલીસે તેની ધરપકડ (Police Arrest) કરી લીધી હતી.
અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ
પકડાયેલો આરોપી સમીરશા ઉર્ફે અગ્નિપથ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ તેની સામે સુરતના ઉધના પોલીસ સ્ટેશન (Udhna Police Station) માં ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે ગેરકાયદે હથિયાર રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે કે તે આ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો.
આ પણ વાંચો: શું MS Dhoni હવે ક્યારેય IPL નહીં રમે? ચેન્નાઈના ગ્રાઉન્ડ પરથી સામે આવ્યો ચોંકાવનારો નજારો!


