ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: હવસખોર પિતરાઈ ભાઈએ બગાડ્યો બહેનનો ભવ, બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ અને પછી...

Surat: સુરતમાં પિતરાઈ ભાઈએ જ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પિતરાઈ ભાઈ જિશાન મહેબૂબે બહેન સાથે કથિત ફોટા પડાવી બ્લેકમેલ કરીને હોટલમાં લઈ જઈની દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
12:18 PM Nov 28, 2024 IST | VIMAL PRAJAPATI
Surat: સુરતમાં પિતરાઈ ભાઈએ જ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પિતરાઈ ભાઈ જિશાન મહેબૂબે બહેન સાથે કથિત ફોટા પડાવી બ્લેકમેલ કરીને હોટલમાં લઈ જઈની દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
Surat
  1. બહેન સાથે ફોટો પડાવી બ્લેકમેલ કરી હોટલમાં આચર્યું દુષ્કર્મ
  2. આરોપીએ દુષ્કર્મ સમયે પણ પાડી લીધા હતા અંગત ફોટો
  3. મંગેતરને અંગત ફોટો મોકલી આપવાની આપતો હતો ધમકી
  4. મામલાની જાણ થતાં જાન પણ લગ્ન મંડપમાંથી પરત ફરી હતી

Surat: પારિવારિક સંબંધો અત્યારે ખુબ જ બગડી રહ્યાં છે. દીકરીઓ પરિવારમાં પણ સુરક્ષિત ના હોવાના અનેક સમાચાર સામે આવ્યાં છે. અત્યારે સુરતમાં પણ આવી જ એક ઘટના બનાવા પામી છે. સુરતમાં પિતરાઈ ભાઈએ જ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પિતરાઈ ભાઈ જિશાન મહેબૂબે બહેન સાથે કથિત ફોટા પડાવી બ્લેકમેલ કરીને હોટલમાં લઈ જઈની દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: BZ GROUP Scam કેસમાં મોટો ખુલાસો, ખુદ ધારાસભ્ય જ કરતા હતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ

પિતરાઈ ભાઈએ બહેનના અંગત ફોટા પાડી લીધા અને પછી...

આ મામલે યુવતીના પરિવારે રાજસ્થાનમાં પરિયાદ નોંધાવી હતી, પરંતુ રાજસ્થાન પોલીસે ઝીરો ફરિયાદ નોંધીને લિંબાયત પોલીસને ટ્રાન્સફર કરી હતી. પિતરાઈ ભાઈ દુષ્કર્મ સમયે પણ અંગત ફોટા પાડી લીધા હતા. યુવતીની સગાઈ અન્ય જગ્યાએ નક્કી થતાં લગ્ન નહી કરવા અને ફોટો વાયરલ કરી દેવાની ધમકી પણ આપતો હતો. એટલું જ નહીં પરંતુ 10 નવેમ્બરે યુવતીના લગ્ન હતાં ત્યારે આ પિતરાઈ ભાઈએ યુવતીના મંગેતરને અંગત પળોના ફોટા મોકલી દીધા હતા. જેથી જાન લગ્ન મંડતમાંથી જ પાછી ગઈ હતી.

આ પણ વાંચો: Rajkot : કોણે કોના પર કર્યો હતો હુમલો? સોશિયલ મીડિયા પર PI સંજય પાદરિયાને સમર્થન

આરોપી જિશાન મહેબૂબ વારંવાર પૈસાની માંગણી પણ કરતો

વિગતે એવી પણ સામે આવી છે કે, પિતરાઈ ભાઈ જેનું નામ જિશાન મહેબૂબ છે, તે વારંવાર યુવતી પાસે પૈસાની માંગણી પણ કરતો હતો. જેથી આ બનાવને પગલે યુવતીના પરિવારે રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાન પોલીસે ઝીરો ફરિયાદ નોંધી લિંબાયત પોલીસને ટ્રાન્સફર કરી હતી. જેથી અત્યારે લિંબાયત પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી દીદી છે. એક ભાઈ પોતાના બહેન સાથે આવું કૃત્ય કરી શકે તે ખુબ જ નિંદનીય બાબત છે. આ મામલે પોલીસે યોગ્ય તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો: Gujarat First Impact : સુરતનો ગુલ્લીબાજ આચાર્ય હવે છટકી નહીં શકે..

Tags :
cousin brotherCrime NewsGreedy cousinGujarati NewsLatest Gujarati Newslimbayat police NewsSurat limbayat policeSurat limbayat police News
Next Article