Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: ઘર બહાર રમતા બાળકોને ઠપકો આપવા ગયેલા યુવકને મોત મળ્યું, વાંચો આ અહેવાલ

Surat: ઝઘડાની અદાવત રાખી ચાર જેટલા શખ્સોએ તીક્ષણ ચપ્પુ ઘા અને લાકડીના ફટકા વડે માર મારી મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસે ગણતરીના કલાકોમાં ચારે હત્યારાઓ ને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
surat  ઘર બહાર રમતા બાળકોને ઠપકો આપવા ગયેલા યુવકને મોત મળ્યું  વાંચો આ અહેવાલ
Advertisement
  1. લિંબાયતમાં સામાન્ય ઝઘડામાં થઈ નિર્દોષ યુવકની હત્યા
  2. ધરપકડ કરાયેલા હત્યાના ચારે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
  3. લિંબાયત પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી આરોપીઓના રિમાન્ડ મેળવાયા

Surat: સુરતના લિંબાયત વિસ્તારમાં માત્ર ઘર બહાર રમતા બાળકોને ઠપકો આપવા ગયેલા યુવકને મોત મળ્યું. ઝઘડાની અદાવત રાખી ચાર જેટલા શખ્સોએ તીક્ષણ ચપ્પુ ઘા અને લાકડીના ફટકા વડે માર મારી મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસે ગણતરીના કલાકોમાં ચારે હત્યારાઓ ને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. જોકે ઝડપાયેલા આરોપીઓમાં ત્રણ શખ્સો મારામારી અને જુગાર જેવા કેસોમાં અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે.

સુરતમાં કેમ સતત વધી રહીં છે ક્રાઈમની ઘટનાઓ?

સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરીએ ડાયમંડ સિટી સુરતની સુરત બગાડી છે. છેલ્લા એક માસ દરમિયાન હત્યાની ઉપરાછાપની ઘટનાઓ સુરતમાં બનવા પામી છે. જેના કારણે સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ત્યાં વધુ એક ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં સામે આવી છે.જ્યાં માત્ર ઘર બહાર રમતા બાળકોને ઠપકો આપવા ગયેલા યુવકને મોત મળ્યું છે. ચાર શખ્સોએ તીક્ષણ ચપ્પુ ના ઘા ઝીંકી અને લાકડી વડે માથાના ભાગે ફટકારતાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતાં ચારે હત્યારાઓની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabadમાં યોજાશે સાતમી હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે, 15 રાજ્યના કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેશે

Advertisement

ચપ્પુ અને લાકડીના ફટકા વડે કરવામાં આવ્યો જીવલેણ હુમલો

લિંબાયત પોલીસના જણાવ્યા પ્રમાણે, પાંચમી ડિસેમ્બરના રોજ રાત્રિના 09:00 થી 9:30 વાગ્યાના સમય દરમિયાન પોલીસ મથકની હદમાં આવેલા રાવનગર ખાતે કરિયાણા ની દુકાન નજીક બેઠેલા 20 વર્ષીય અબ્દુલ કરીમ અન્સારી પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.અનવર ખાન ઉર્ફે પપ્પુ તકબિર ખાન પિંજારી, સોએબ ઉર્ફે ડમાં અખ્તર સિદ્દીકી, સમીર ઉર્ફે લાલુ મુનાફ શેખ અને રોશન યુસુફ પીંજારી દ્વારા ચપ્પુ અને લાકડીના ફટકા વડે કરવામાં આવેલ જીવલેણ હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત અબ્દુલ કરીમ અન્સારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જે બાદ લિંબાયત પોલીસે તાત્કાલિક આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Banaskantha: ડીસા તાલુકાના ખેડૂતોને મળ્યું મા નર્મદાનું પાણી, જગતના તાતને હવે લીલાલહેર

આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કર્યા

દરમ્યાન ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયેલા 20 વર્ષીય અબ્દુલ કરીમ અન્સારીનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું. છઠ્ઠી ડિસેમ્બરના રોજ મોડી સાંજે અબ્દુલ કરીમનું મોત નીપજતાં લિંબાયત પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી.જ્યાં તપાસ દરમ્યાન લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.

આ પણ વાંચો: Botad: સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની પોલીસે કરી ધરપકડ

Tags :
Advertisement

.

×