Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: મહિધરપુરા પોલીસે આપઘાત કરનાર રત્નકલાકારનો બચાવ્યો જીવ, નોકરીમાંથી છૂટા કર્યા એટલે...

Surat: સુરતમાં અત્યારે હીરા ઉદ્યોગોમાં ભારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અનેક રત્નકલાકારો પૈસાની તંગીના કારણે ચિંતામાં ઘેરાયા છે.
surat  મહિધરપુરા પોલીસે આપઘાત કરનાર રત્નકલાકારનો બચાવ્યો જીવ  નોકરીમાંથી છૂટા કર્યા એટલે
Advertisement
  1. મહિધરપુરા પોલીસે રત્નકલાકરને ઉગારી સરાહનીય કામગીરી કરી
  2. રત્નકલાકાર છેલ્લા 10 વર્ષથી ડાયમંડન કંપનીમાં નોકરી કરતો હતો
  3. રત્નકલાકાર નોકરીમાંથી છૂટો કરતા હતાશમાં આવી ગયો હતો

Surat: સુરતમાં અત્યારે હીરા ઉદ્યોગોમાં ભારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અનેક રત્નકલાકારો પૈસાની તંગીના કારણે ચિંતામાં ઘેરાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કેટલાક લોકોએ તો આત્મહત્યા કરીને પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બનાવા જઈ રહીં હતી. પરંતુ સુરત પોલીસે સારી કામગીરી કરી છે. સુરત પોલીસે આપઘાત કરનાર રત્નકલાકારનો જીવ બચાવી લીધો છે.

Advertisement

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યું, જુઓ આ તસવીરો

Advertisement

રત્નકલાકારને મહિધરપુરા પોલીસે આપઘાત કરતા અટકાવ્યા

વિગતે વાત કરવામાં આવે તો, મહિધરપુરા પોલીસે રત્નકલાકરને ઉગારીને સરાહનીય કામગીરી કરી બતાવી છે. નવસારીના દિનકર મોદીને મહિધરપુરા પોલીસે આપઘાત કરતા અટકાવ્યા છે. દિનકર મોદીએ છેલ્લા 10 વર્ષથી સુરતની એક ડાયમંડ કંપનીમાં નોકરી કરતા હતા. તારીખે 19/03/2024 ના રોજ તેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યાં હતા. નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા તેઓ હતાશામાં આવી આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad Airport પરથી 2.10 કરોડના ગાંજા સાથે 1 યુવતી સહિત 7ની ધરપકડ

આપઘાતનો પ્રયાસ કરનાર દિનકર ભાઈનું કાઉન્સેલિંગ કરાયું

જે સમયે તેઓ આપઘાત કરી રહ્યા હતા તે સમયે મહિધરપુરા પોલીસ સુરત રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પર પહોંચી દિનકર ભાઈને આપઘાત કરતા બચાવી લીધા હતાં. દિનકર ભાઈને પોલીસ મથક લઈ જઈ જ્યુસ પીવડાવ્યું હતું. આ સાથે તેમને હોટલમાં જમાડવામાં આવ્યા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર દિનકર ભાઈનું કાઉન્સેલિંગ કરાયું હતું. મહિધરપુરા પોલીસે દિનકર ભાઈ ને બસમાં બેસાડી નવસારી રવાના કર્યા અને તેમના પરિવાર સુધી મોકલવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: Porbandar : સોની વેપારીના અપહરણ કેસમાં LCB ને મોટી સફળતા, 2 આરોપી ઝડપાયા

Tags :
Advertisement

.

×