Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: ફાર્મહાઉસમાં પોલીસ બનીને આવ્યા ત્રણ શખ્સો, 13 લાખ લઈ ફરાર

સુરત (Surat) જિલ્લામાં નકલી પોલીસે મોટો ખેલ પાડ્યો હતો. કીમ નજીક ફાર્મમાં પુરુષ અને મહિલા મિત્ર સાથે આવેલ એક વેપારી પાસે ત્રણ ઇસમો આવ્યા હતા અને પોલીસ છીએ તમે મહિલાને લાવી ખોટા ધંધાઓ કરો છો તેમ કહી ચાકુ બતાવી માર માર્યો બન્ને ને માર મારી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
surat  ફાર્મહાઉસમાં પોલીસ બનીને આવ્યા ત્રણ શખ્સો  13 લાખ લઈ ફરાર
Advertisement
  • સુરત (Surat) જિલ્લામાં નકલી પોલીસે મોટો ખેલ પાડ્યો
  • કીમ નજીક ફાર્મમાં પુરુષ અને મહિલા મિત્ર સાથે આવેલ એક વેપારી પાસે ત્રણ ઇસમો આવ્યા
  • પોલીસ છીએ તમે મહિલાને લાવી ખોટા ધંધાઓ કરો છો તેમ કહી ચાકુ બતાવી માર માર્યો
  • બન્ને ને માર મારી 25 લાખ રૂપિયાની માંગણી કરી
  • અને વેપારી પાસેથી નકલી પોલીસે બળજબરી પૂર્વક 13 લાખ કાઢી લીધા
  • સમગ્ર ઘટના ની જાણ હાલ કીમ પોલીસને કરાઈ
  • કીમ પોલીસે પોલીસ બની આવેલા ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

Surat: સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં નકલી પોલીસ બનીને ત્રણ શખ્સોએ મોટો ખેલ પાડ્યો હતો.એક વેપારી તેની મહિલા મિત્ર સાથે કીમ પંથકના એક ફાર્મહાઉસમાં આવ્યો હતો.ત્યાં અચાનક ત્રણ અજાણ્યા ઇસમો આવી પહોંચ્યા અને પોતાને પોલીસ અધિકારી હોવાનું જણાવી વેપારીને ધમકાવવાનું શરૂ કર્યું.“તમે અહીં મહિલાને લાવીને ખોટા ધંધા કરો છો” એવો આક્ષેપ કરી તેમણે ચાકુ બતાવીને વેપારી અને મહિલા મિત્રને બંનેને બેરહેમીથી માર માર્યો હતો.

surat fake police- Gujarat first

Advertisement

સુરતમાં નકલી પોલીસે 13 લાખ લૂંટ્યા

મળતી માહિતી મુજબ નકલી પોલીસે ધમકી આપીને 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી.ત્યારે ડરના માર્યા વેપારીએ વાતચીત કરીને રકમ ઘટાડી, પરંતુ નકલી પોલીસે બળજબરીપૂર્વક તેની પાસેથી 13  લાખ રૂપિયા કઢાવી લીધા અને ફરાર થઈ ગયા.ઘટનાની જાણ થતાંની સાથે જ વેપારીએ કીમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. કીમ પોલીસે તરત જ અજાણ્યા ત્રણેય શખ્સો વિરુદ્ધ લૂંટ, મારમારો, ધમકી તેમજ પોલીસ બનવા જેવા ગંભીર ગુનાઓ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Advertisement

surat fake police- Gujarat first

 સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ

પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય આધારોના પુરાવા એકઠા કરી શક્ય ઝડપથી આરોપીઓને ઝબ્બે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે.આ ઘટનાએ ફરી એકવાર નકલી પોલીસના નામે થતી લૂંટની ઘટનાઓનો મુદ્દો ઉજાગર કર્યો છે.

આ પણ વાંચો: Bhavnagar Triple Murder Case: ભાવનગર વનકર્મી શૈલેષ ખાંભલા મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક

Tags :
Advertisement

.

×