Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Metro Project :સુરત મેટ્રોના બીજા અધ્યાયનો મંગલ પ્રારંભ

સુરત મેટ્રો પ્રોજેક્ટની 75% થી વધુ કામગીરી પૂર્ણ! કોરિડોર-1 બાદ હવે કોરિડોર-2 પર 6.5 કિમી રૂટ માટે ટ્રાયલ રનનો સફળ પ્રારંભ થયો છે. જાણો ક્યારે શરૂ થશે મુસાફરી અને સંપૂર્ણ અહેવાલ.
surat metro project  સુરત મેટ્રોના બીજા અધ્યાયનો મંગલ પ્રારંભ
Advertisement
  • Surat Metro Project : સુરત મેટ્રો પ્રોજેક્ટની 75% થી વધુ કામગીરી પૂર્ણ! કોરિડોર-1 બાદ હવે કોરિડોર-2 પર 6.5 કિમી રૂટ માટે ટ્રાયલ રનનો સફળ પ્રારંભ થયો છે. જાણો ક્યારે શરૂ થશે મુસાફરી અને સંપૂર્ણ અહેવાલ.

Surat Metro Project : ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક પાટનગર ગણાતા સુરત શહેરમાં પરિવહન વ્યવસ્થાને વૈશ્વિક સ્તરની, આધુનિક અને ટકાઉ બનાવવા માટે સુરત મેટ્રો પ્રોજેક્ટ-Surat Metro Project ની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

આદરણીય પ્રધાનમંત્રીશ્રીના "વિકસિત ભારત” Viksit Bharat ના દૂરંદેશી વિઝન અંતર્ગત દેશના અગ્રેસર શહેરોમાં મેટ્રો જેવી આધુનિક, સુરક્ષિત અને સર્વસુવિધા સભર પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો મક્કમ આગ્રહ રહ્યો છે. આ જ વિઝનને સાકાર કરવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી તેમજ શહેરી વિકાસ મંત્રીના સતત માર્ગદર્શન અને સક્રિય પ્રયાસોથી સુરત મેટ્રો પ્રોજેક્ટ સમયબદ્ધ આયોજન સાથે આગળ વધી રહ્યો છે, જે અંતર્ગત આજે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

Advertisement

Surat Metro Project : પ્રોજેક્ટની રૂપરેખા અને વર્તમાન સ્થિતિ

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ એ શહેરની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું એક અત્યંત મહત્વકાંક્ષી માળખું છે. આ પ્રોજેક્ટના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:

Advertisement

  • કુલ કોરિડોર: 2 કોરિડોર

  • કુલ લંબાઈ: 40.35 કિ.મી.

  • કુલ અંદાજિત ખર્ચ: રૂ. 12,020/- કરોડ

  • સ્ટેશનો અને ડેપો: આ સમગ્ર પ્રોજેક્ટમાં કુલ 38 સ્ટેશનો અને 2 અત્યાધુનિક ડેપો (ડ્રીમ સિટી ડેપો અને ભેસાણ ડેપો)નો સમાવેશ થાય છે.

  • વર્તમાન પ્રગતિ: સમયબદ્ધ આયોજન અને સચોટ કામગીરીને કારણે અત્યાર સુધીમાં સમગ્ર પ્રોજેક્ટની અંદાજે 75% થી વધુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે.

Surat Metro Project : કોરિડોર વાઈઝ ટ્રાયલ રનની વિગતો

  • કોરિડોર-1 (નોર્થ-સાઉથ કોરિડોર): કોરિડોર-1 અંતર્ગત ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિમીના રૂટ પર કુલ 7 સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ રૂટ પર ગત તા. 29 માર્ચ, 2026થી જ સત્તાવાર રીતે ટ્રાયલ રનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ રૂટ પર વિવિધ ટેકનિકલ ચકાસણી અને પરીક્ષણની પ્રક્રિયા GEC (General Engineering Consultant) તથા GMRC (Gujarat Metro Rail Corporation) દ્વારા પ્રગતિમાં છે.

  • કોરિડોર-2 (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર): પ્રોજેક્ટમાં આજે એક નવો સીમાચિહ્ન ઉમેરાયો છે, જે અંતર્ગત કોરિડોર-2 ના 6.5 કિમી લંબાઈ ધરાવતા રૂટ અને તેના 7 સ્ટેશનોના સિવિલ તથા ટ્રેક સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ આખી લાઈન પર આજથી (તા. 14 મે, 2026) સત્તાવાર રીતે મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

ટેકનિકલ પરીક્ષણ અને મંજૂરી પ્રક્રિયા

મેટ્રો રેલ સેવાઓને સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકતા પહેલાં મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને કડક ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે:

  1. ટ્રાયલ રનિંગ સમયગાળો: વર્તમાન ટ્રાયલ પ્રક્રિયા દરમિયાન મેટ્રો ટ્રેનનું આશરે 500 કલાક સુધી ટ્રેક પર સતત રનિંગ કરીને વિવિધ પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવામાં આવશે.

  2. પ્રાથમિક ચકાસણી: સિગ્નલિંગ, ટ્રેક પાવર સપ્લાય અને ટ્રેન કંટ્રોલ સિસ્ટમ જેવી વિવિધ આંતરિક ચકાસણીઓ સૌપ્રથમ GEC અને GMRC ના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે.

  3. રેગ્યુલેટરી મંજૂરી: આ પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા RDSO (Research Designs and Standards Organisation) તથા અન્ય રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા જરૂરી ટેકનિકલ માપદંડોની તપાસ હાથ ધરાશે.

  4. અંતિમ સુરક્ષા મંજૂરી: તમામ સ્તરે સફળતા મળ્યા બાદ, CMRS (Commissioner of Metro Railway Safety) દ્વારા રૂટનું અંતિમ સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે અને તેમની સત્તાવાર મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કોમર્શિયલ ઓપરેશન શરૂ કરાશે.

સમગ્ર સુરત મેટ્રો પ્રોજેક્ટની 75% થી વધુ કામગીરી પૂર્ણ થવી અને કોરિડોર-1 બાદ હવે કોરિડોર-2 પર પણ ટ્રાયલ રનનો સફળ પ્રારંભ થવો એ 'ડાયમંડ સિટી' સુરતના શહેરી વિકાસમાં એક મોટી ક્રાંતિ સમાન છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં સુરત શહેરના ટ્રાફિકના ભારણને મોટા પ્રમાણમાં હળવો કરશે, પ્રદૂષણમાં ઘટાડો કરશે અને ઈંધણની મોટી બચત સાથે નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને કિફાયતી મુસાફરીનો વિકલ્પ આપશે. રાજ્ય સરકારના મક્કમ ઈરાદા અને વૈજ્ઞાનિક આયોજનને કારણે સુરત ખૂબ જ ઝડપથી વૈશ્વિક કક્ષાની મેટ્રો સુવિધા ધરાવતું સ્માર્ટ સિટી બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Gujarat ની શાળાઓમાં 1141 વ્યાયામ શિક્ષકોની થશે સીધી ભરતી, જાણો મુખ્ય મુદ્દા

Tags :
Advertisement

.

×