Surat: કામરેજથી ગુમ થયેલો બાળક વારાણસીથી મળી આવ્યો, વાલીએ ઠપકો આપતા ઘરેથી જતો રહ્યો હતો
સુરતના કામરેજ વિસ્તારમાંથી 21 જૂને અચાનક ગુમ થયેલા એક માસૂમ બાળકનો હાઈવોલ્ટેજ ડ્રામા અંતે સુખદ રહ્યો છે. માતા-પિતા દ્વારા આપવામાં આવેલા એક સામાન્ય ઠપકાના કારણે ઘર છોડીને છેક 1400 કિલોમીટર દૂર અજાણ્યા શહેરમાં નીકળી ગયેલા આ બાળકને આખરે પોલીસે શોધી કાઢ્યો છે.
Advertisement
Surat Missing Child Found: સુરત (Surat) જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને અંતે રાહત આપનારો કિસ્સો સામે આવ્યો છે. કામરેજના ખોલવડ (Kholvad) ગામમાંથી ગત ૨૧ જૂનના રોજ ગુમ થયેલો સગીર વયનો બાળક આશરે ૧૪૦૦ કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના વારાણસી (Varanasi) માંથી હેમખેમ મળી આવ્યો છે. કામરેજ પોલીસ (Kamrej Police) અને રેલવે પોલીસ (Railway Police) ના સંયુક્ત ઓપરેશન અને સક્રિયતાના કારણે આ માસૂમ બાળક સુરક્ષિત રીતે પોતાના પરિવાર સુધી પહોંચી શક્યો છે.

