Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : હજીરામાં NTCP કંપનીમાં યોજાઈ મોકડ્રીલ, પો. કમિશનરે કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન

CISF અને પોલીસ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NTCP કંપનીમાં આ આયોજન કરવામાં આવ્યું છે.
surat   હજીરામાં ntcp કંપનીમાં યોજાઈ મોકડ્રીલ  પો  કમિશનરે કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન
Advertisement
  1. Surat નાં હજીરા ખાતે NTCP કંપનીમાં મોકડ્રીલ યોજાઈ
  2. CISF અને પોલીસ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન
  3. મોકડ્રીલમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત
  4. ઈન્ડસ્ટ્રીઝમાં આપાતકાલીન સમયે તૈયારીનું નિરીક્ષણ કરાયું
  5. પોલીસ કમિશનર દ્વારા NTPC કંપનીનાં કર્મીઓને માર્ગદર્શન અપાયું

Surat : કેન્દ્ર સરકારનાં નિર્દેશ બાદ આજે સુરતમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. CISF અને પોલીસ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NTCP કંપનીમાં આ આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ડસ્ટ્રીઝમાં આપાતકાલીન સમયે તૈયારીનું નિરીક્ષણ કરાયું. સાથે જ પોલીસ કમિશનર દ્વારા NTPC કંપનીનાં કર્મીઓને માર્ગદર્શન અપાયું હતું. આ મોકડ્રિલમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો -Std. 10 Result : આવતીકાલે 8 મેના રોજ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ થશે જાહેર

Advertisement

Advertisement

કેન્દ્ર સરકારે દેશનાં 244 શહેરોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવવા નિર્દેશ કર્યા

ભારત અને પાકિસ્તાન (India-Pakistan) તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશનાં 244 શહેરોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવવા નિર્દેશ આપ્યા હતા. આ શહેરોમાં ગુજરાતનાં સુરત સહિત 15 જેટલા જિલ્લાઓ પણ સામેલ છે. ત્યારે આજે સુરતમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું (Civil Defense Mock Drills) આયોજન કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, સુરતનાં (Surat) હજીરા ખાતે એનટીપીસી કંપનીમાં આ મોકડ્રીલનું આયોજન કરાયું છે. આ મોકડ્રીલ દરમિયાન ઈન્ડસ્ટ્રીઝમાં આપાતકાલીન સમયે તૈયારીનું નિરીક્ષણ કરાયું હતું.

આ પણ વાંચો -Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડે સ્ટેડિયમમાં તપાસ હાથ ધરી

પોલીસ કમિશનર દ્વારા NTPC કંપનીનાં કર્મીઓને માર્ગદર્શન અપાયું

માહિતી અનુસાર, એનટીપીસી કંપનીમાં યોજાયેલ આ મોકડ્રીલનું આયોજન CISF અને પોલીસ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર દ્વારા NTPC કંપનીનાં કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત (Police Commissioner Anupam Singh Gehlot) પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - 'Operation Sindoor' પછી અમિત શાહ એક્શનમાં, સરહદી રાજ્યોના CM સાથે બેઠક યોજી; ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજર

Tags :
Advertisement

.

×