Surat: માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં, 6 સંસ્થાના ઘી, પનીર સહિતના નમૂના ફેલ થયા
- સુરત(Surat)માં નકલીની ભરમાર વચ્ચે પાલિકાનો વધુ એક સપાટો
- 6 સંસ્થાઓમાંથી લેવામાં આવેલા પનીર, ઘી, ચીઝના નમૂના ફેલ
- આરોગ્ય અને ફૂડ વિભાગે શંકાસ્પદ 33 કિલો ચીઝનો જથ્થો સીઝ કર્યો
- કસૂરવાર સંસ્થાઓ સામે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવા તજવીજ
- છેલ્લા એક અઠવાડિયામાં શહેરની 150 જેટલી સંસ્થાઓમાં તપાસ
Surat News:ગુજરાતભરમાં વારંવાર નકલી ખાદ્ય વસ્તુઓ પકડાઈ રહી છે. લોકોના સ્વાસ્થ્ય(Health) સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત(Surat)ની 6 સંસ્થમાંથી લેવામાં આવેલા ઘી, પનીર, ચીઝ સહિતના નમૂના ફેલ થતાં લોકો સાથે થતી છેતરપીંડી બહાર આવી છે. જેથી ભેળસેળ કરતી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
6 સંસ્થાઓના સેમ્પલ ફેલ
સુરત(Surat) શહેરમાં નકલીની ભરમાર વચ્ચે પાલિકાનો વધુ એક સપાટો બોલાવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરની 150 જેટલી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી. અલગ અલગ સંસ્થાઓમાંથી લેવામાં આવેલ સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા. જેમાંથી આ 6 સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા છે.
ફરિયાદ દાખલ કરવા તજવીજ
વરાછાની એચ.એક.ફ્રોઝન ફૂડ ચીજ, ગોડાદરાની શિવધર્મરાજ ડેરી ચીઝ, ઉધનાની એસ.પી માર્કેટિંગનું દેશી ઘી,ખટોદરાની જય ગાયત્રી ડેરી પ્રોડક્ટનું ઘી, નાનપુરાની ઈન્ડિયા ડેરીનુ ઘી, અને વરાછાની ધી પેલેસનું ભેંસના ઘીના નમૂના ફેલ થયા છે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શંકાસ્પદ 33 કિલો ચીઝનો જથ્થો સીઝ કર્યો છે. દોષિત વેપારીઓ સામે મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે. જેથી ભેળસેળિયાઓમાં ફફાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચોઃ Chhota Udepur: 61 વર્ષ બાદ ભેસાવહી ગામે દેવોની પેઢી બદલાઈ, જાણો શું છે આ પરંપરા?
આ પણ વાંચોઃ UP Crime: વિધિના નામે ભૂવાએ બાળકીના કપડાં કાઢી લીંબુ ચોળ્યું, રડવાનો અવાજ આવ્યો છતા…!


