Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : દારૂનો ધંધો કરતા નરાધમે 5 વર્ષની બાળકી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

SURAT : હળાહળ કલયુગ જાણે હવે આવી જ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હવે મહિલાઓ ઉપરાંત બાળકીઓ પણ સલામત રહી નથી. સુરતમાંથી એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સુરતમાં (SURAT) માત્ર પાંચ વર્ષથી બાળકી...
surat   દારૂનો ધંધો કરતા નરાધમે 5 વર્ષની બાળકી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
Advertisement

SURAT : હળાહળ કલયુગ જાણે હવે આવી જ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હવે મહિલાઓ ઉપરાંત બાળકીઓ પણ સલામત રહી નથી. સુરતમાંથી એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સુરતમાં (SURAT) માત્ર પાંચ વર્ષથી બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.દારૂનો ધંધો કરનાર એક નરાધામે પાંચ વર્ષની માસૂમ બાળકીને સાથે દુષ્કર્મ કરતાં વિસ્તારમાં તેના સામે કડકથી કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે.ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

બિસ્કીટ આપવાના બહાને નરાધમ બાળકીને પોતાના ઘરે લઈ ગયો

Advertisement

સમગ્ર ઘટના એમ છે કે, બાળકીના માતા પિતા નોકરી પર ગયા હતા ત્યારે નરાધમ સુરેશ ગોસ્વામી બાળકીને બિસ્કીટ આપવાના બહાને બાળકીના દાદી પાસેથી લઈ ગયો હતો.નરાધમ બાળકીને બિસ્કીટ આપવાના બહાને પોતાના ઘરે લઈ જઈ બાળકીને સાથે દુષ્કર્મ આચર્યું હતુ.દાદી પાસેથી બાળકીને લઈ ગયા બાદ સમય પર પરત ન ફરતા દાદી અને અન્ય પાડોશીઓ બાળકીને શોધવા માટે ગયા તો લોકોએ કહ્યું કે બાળકીને અત્યારે સુરેશ ગોસ્વામી પોતાની સાથે તેના ઘર તરફ લઈ જઈ રહ્યો હતો.ત્યારે બાળકીની દાદી અને પાડોશીઓ સુરેશ ગોસ્વામીના ઘરે ગયા તો દરવાજો અંદરથી બંધ હતો અને બાળકીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.લોકોએ દરવાજો ખખડાવ્યો પરંતુ સુરેશે દરવાજો ન ખોલ્યો તો દરવાજો તોડી અંદર ગયા ત્યારે તે અંદરના દૃશ્યો જોઈ સૌ કોઈ અચંભીત થઈ ગયા હતા.

Advertisement

બાળકીની સ્થિતિ હજી પણ ગંભીર

ત્યાર બાદ તાત્કાલિક પરિવાર અને પાડોશીઓ બાળકીને ઊંચકી ઘર બહાર લઈ ગયા અને સલમાન ઉર્ફે સુરેશ ગોસ્વામીને ત્યાં જ પકડી રાખ્યો હતો. આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ 108 પર ફોન કરી બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી જ્યારે બાળકી હોસ્પિટલ પહોંચી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી અને ડોક્ટર પણ આ તમામ દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા.જેથી તાત્કાલિક સારવાર અર્થે બાળકીને રૂમમાં લઈ ગયા હતા અને જે બાદ સારવાર ચાલુ કરી હતી. હાલ તો બાળકી આઇસીયુમા જીવન મરણના ઝોલા ખાઈ રહી છે.

નરાધમ સુરેશ ગોસ્વામી કરે છે દારૂનો ધંધો

ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે આ બનાવ અંગે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકો સાથે વાતચીત કરી ત્યારે ત્યાં હાજર લોકોએ કહ્યું કે આ સલમાન ઉર્ફે સુરેશ ગોસ્વામી નજીકમાં ચાલતા એક દારૂના ધંધા પર દારૂ વેચવાનું કામ કરે છે અવારનવાર તે આવી રીતે બાળકોને રમવા માટે લઈ જતો હોય છે પરંતુ આજે જ્યારે તેને આ બાળકી સાથે આવું દુષ્કર્મ કર્યું છે. તો આ નરાધમ આરોપી સુરેશ ગોસ્વામીને કડકથી કડક સજા થાય તે માટે ગુજરાત ફર્સ્ટને આજીજી પણ કરી હતી.

આ પણ વાંચો : VADODARA : મળસ્કે ચોરોના “પેટ્રોલીંગ”થી લોકોની નિંદર હરામ

Tags :
Advertisement

.

×