Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat News : LCB ને મળી મોટી સફળતા, વિદેશી દારૂના નેટવર્કને કર્યો પર્દાફાશ, 8 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

સુરતના ઓલપાડ તાલુકાના કરમલ ગામે આવેલી આનંદો ગ્રીનવેલી રેસીડેન્સીમાંથી બનાવટી વિદેશી દારૂ બનાવી બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં પેકિંગ કરી વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડી બે વાહનો સહીત 6.02 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ...
surat news   lcb ને મળી મોટી સફળતા  વિદેશી દારૂના નેટવર્કને કર્યો પર્દાફાશ  8 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ
Advertisement

સુરતના ઓલપાડ તાલુકાના કરમલ ગામે આવેલી આનંદો ગ્રીનવેલી રેસીડેન્સીમાંથી બનાવટી વિદેશી દારૂ બનાવી બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં પેકિંગ કરી વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડી બે વાહનો સહીત 6.02 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત જિલ્લા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે ચિરાગ ફતેસિંગ પઢીયાર તથા ધવલ જયંતીભાઈ પટેલ નામના ઈસમો કરમલાગામની સીમમાં આવેલા આનંદો ગ્રીનવેલી સોસાયટીમાં આવેલા ભાડાના મકાન નંબર 166 માં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હલકી ગુણવતાનો વિદેશી દારૂનો જત્થો લાવતા હતા. તે બાદ જેમાં અલગ અલગ પ્રકારના કેમિકલ પ્રવાહી મિશ્રણ કરી બનાવટી વિદેશી દારૂ બનાવી જેને કીમતી બ્રાન્ડેડ કંપનીઓની વિદેશી દારૂની જૂની ખાલી બોટલોમાં ભરી મશીન દ્વારા પેકિંગ કરે છે. જે બનાવટી વિદેશી દારૂનો જત્થો મોપેડ અને કારની અંદર ભરી ચોરી છુપીથી સપ્લાય તથા વેચાણ કરે છે, જેના આધારે પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો.

Advertisement

Advertisement

પોલીસે અહી દરોડો પાડતા મકાન પર કોઈ હાજર મળી આવ્યું ન હતું, જેથી મકાન માલિકને બોલાવીને મકાનનું લોક ખોલાવી મકાનમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની વિદેશી દારૂની શીલબંધ બાટલીઓ, વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં પ્રવાહી, પેકિંગ માટેના ઢાંકણા સહિતની સામગ્રીઓ મળી આવી હતી.

પોલીસે અહીંથી 465 નંગ વિદેશી દારૂની શીલબંધ નાની મોટી બાટલીઓ, 2 લાખની કિમતનું અલગ અલગ કેમિકલ્સ તથા આલ્કોહોલનું મિશ્રણ કરી તૈયાર કરેલું બનાવટી વિદેશી દારૂનું 216 પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલું પ્રવાહી, વિદેશી દારૂની બાટલીઓ સીલ કરવાનું ઇલેક્ટ્રિક મશીન, અલગ અલગ કંપનીઓના ઢાંકણ, સ્ટીકર તથા જૂની ખાલી બોટલો, વિદેશી દારૂ બનાવા માટેનું અલગ અલગ ત્રણ બોટલોમાં ભરેલું કેમિકલ પ્રવાહી, એક કાર તેમજ એક મોપેડ મળી કુલ 6.02 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આ સમગ્ર નેટવર્ક ચલાવનાર ચિરાગ ફતેસિંગભાઈ પઢીયાર તેમજ ધવલ જયંતીભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ : ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો : Narmada River flood : નર્મદા નદીમાં આવેલા પૂર અંગે SSNL ના ડિરેક્ટરે કર્યા અનેક ખુલાસા, જાણો શું કહ્યું…Video

Tags :
Advertisement

.

×