Surat: ઓલપાડમાં કરોડોના જમીન કૌભાંડનો આક્ષેપ , કરોડોની જમીન સસ્તામાં પડાવી લેવાના ષડયંત્રનો દાવો
સુરતના ઓલપાડમાં આવેલી અબજોની જમીન પર રાતોરાત માલિકી હક બદલવાના ખાનગી ખેલનો એક એવો પર્દાફાશ થયો છે, જેણે વહીવટી તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. વર્ષોથી પરસેવો પાડીને ખેતી કરતા ગણોતિયા ખેડૂતો અને મંડળીના સત્તાધીશો સામસામે આવી ગયા છે.
Advertisement
Surat Olpad Land Scam Allegation: સુરત જિલ્લાના ઓલપાડ (Olpad Surat) તાલુકાના પીંજરત ગામેથી એક સળગતો અને મસમોટો જમીન વિવાદ સામે આવ્યો છે. પીંજરત ગામની ગણોતિયા સહકારી મંડળી (Ganotiya Cooperative Society) ની અંદાજે 280 વીઘા જમીનને લઈને આશરે 1400 થી 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ (Land Scam Allegation) નો ગંભીર દાવો સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ મેટરમાં રાજકીય લાગવગ ધરાવતા ભૂમાફિયાઓ સક્રિય હોવાના આક્ષેપોને પગલે સમગ્ર સુરત પંથકના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

