Surat: દિવાળી પર્વને લઇને પોલીસ એક્શન મોડમાં, પાંડેસરા પોલીસે ખરીદી બજારમાં હાથ ધર્યું ફૂટ પેટ્રોલિંગ
- સોના-ચાંદીની દુકાનોમાં CCTV કેમેરાને લઇને પણ કરાયું ચેકિંગ
- CCTV કેમેરા ન લાગેલા હોઇ તેને તુરંત CCTV કેમેરા લગાડવા સૂચના
- ગ્રાહકોને ખરીદી સમયે બજારમાં સાવચેતી રાખવા અંગેની માહિતી અપાઈ
Surat: હવે થોડા દિવસો બાદ દિવાળીનો પર્વ આવી રહ્યો છે. જેના કારણે લોકોએ તૈયારી કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દિવસોમાં લોકો ખરીદી પણ કરતા હોય છે. સુરતમાં દિવાળી પર્વને લઈને પોલીસે એક્શન મોડમાં આવી છે અને તપાસ હાથ ધરી છે. ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે. નોંધનીય છે કે, લોકો સાથે છેતરપિંડીના કેસો પણ બનતા હોય છે. જેથી અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખી સુરત શહેર પાંડેસરા પોલીસ દ્વારા ખરીદી બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
.
.#suratcitypolice #suratpolice #Footpetroling #diwalifestival #suratcitypandesarapolice #pandesarapolice pic.twitter.com/s0blHq9HFW— Surat City Police (@CP_SuratCity) October 21, 2024
આ પણ વાંચો: Gujarat: આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી, નામ આપવામાં આવ્યું ‘દાના’
સોના-ચાંદીની દુકાનોમાં CCTV કેમેરાને લઇને ચેકિંગ કરાયું
મળતી જાણકારી પ્રમાણે સુરત (Surat)ના પાંડેસરા પોલીસે ખરીદી બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પોલીસે અત્યારે સોના-ચાંદીની દુકાનોમાં CCTV કેમેરાને લઇને પણ ચેકિંગ કરાયું છે. એટલું જ નહીં પરંતુ જે દુકાનોમાં CCTV કેમેરા ન લાગેલા હોઇ તેને તુરંત CCTV કેમેરા લગાડવા માટે પોલીસ દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે. ગ્રાહકોને ખરીદી સમયે બજારમાં સાવચેતી રાખવા અંગેની માહિતી અપાઈ છે.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડનું ઈનામ, જાણો કોણે કરી જાહેરાત
છેતરપિંડી, ફ્રોડ, ચોરી કે લૂંટ જેવી ઘટના ના બને માટે ચેકિંગ
સુરત પોલીસ (Surat Police) દ્વારા બજારોમાં પેટ્રોલિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આવી સમયે કોઈની સાથે છેતરપિંડી, ફ્રોડ, ચોરી કે લૂંટ જેવી ઘટના ના બને તે માટે પોલીસે દ્વારા ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે. અત્યારે અન્ય વિસ્તારોમાં પણ આવી રીતે ચેકિંગ હાથ ધરવું જોઈએ. જેથી સમય પહેલા સાવધાન થઈ શકાય. આ સાથે જે પણ દુકાનોમાં CCTV કેમેરા ના હોય ત્યાં CCTV કેમેરા લગાવવા માટે સુચનાઓ આપવી જોઈએ.
આ પણ વાંચો: Ahmedabad : દિવાળી પહેલા Atal Bridge ની મુલાકાત મોંધી થઈ, ટિકિટ દરમાં એક ઝાટકે આટલો વધારો!