Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: MLA લખેલી કારમાં નશાખોરોનો આતંક, વટ પાડવા લગાવ્યું હતું બોર્ડ, પોલીસે 2 ની ધરપકડ કરી

સુરતની સડકો પર મોડી રાત્રે એક લક્ઝરી કાર પર લાગેલા 'MLA' ના બોર્ડે પોલીસને પણ વિચારતા કરી દીધા. પણ જ્યારે કાચ નીચે ઉતર્યા અને અંદરનું દ્રશ્ય સામે આવ્યું, ત્યારે સત્તાના નશા કરતા કઈક અલગ જ નશો પોલીસને જોવા મળ્યો. પ્રફુલ અને આશિષ નામના આ શખ્સોએ રચેલી માયાવી દુનિયા પાછળનું કડવું સત્ય શું હતું?
surat  mla લખેલી કારમાં નશાખોરોનો આતંક  વટ પાડવા લગાવ્યું હતું બોર્ડ  પોલીસે 2 ની ધરપકડ કરી
Advertisement
  • Surat માં MLA લખેલી કારમાં નશાખોરો ઝડપાયા: પોલીસે ઉતાર્યો રૌફ!
  • કાર પર 'MLA' લખેલું બોર્ડ લગાવી નશો કરતા બે શખ્સોને ઉત્રાણ પોલીસે દબોચ્યા
  • નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કારની તપાસ કરતા બંને શખ્સો નશામાં મળ્યા
  • પોલીસે આરોપી પ્રફુલ સંઘાણી અને આશિષ વેકરીયાની સ્થળ પર જ કરી ધરપકડ
  • લોકો પર પ્રભાવ પાડવા અને ઓળખ છુપાવવા કાર પર માર્યું હતું ખોટું બોર્ડ
  • નશાની હાલતમાં ગાડી ચલાવવા બદલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

Surat: ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે ઉત્રાણ પોલીસ (Utran Police) દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો શોધી કાઢવામાં આવ્યો છે. શહેરમાં રાજકીય વગનો દુરુપયોગ કરી રૌફ જમાવતા બે શખ્સોને પોલીસે દારૂના નશામાં (Drunken State) ઝડપી પાડ્યા છે. નવાઈની વાત એ છે કે આ શખ્સો જે કારમાં સવાર હતા, તેના પર 'MLA' લખેલું બોર્ડ મારેલું હતું.

Surat: પોલીસે ધોરણે બંનેની ધરપકડ કરી

મળતી માહિતી મુજબ, ઉત્રાણ પોલીસની ટીમ જ્યારે નાઈટ પેટ્રોલિંગ (Night Patrolling) માં હતી, ત્યારે એક શંકાસ્પદ કાર તેમની નજરે ચડી હતી. આ કાર પર ધારાસભ્ય (MLA - Member of Legislative Assembly) લખેલું બોર્ડ જોઈને પોલીસે તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાં સવાર પ્રફુલ સંઘાણી (Praful Sanghani) અને આશિષ વેકરીયા (Ashish Vekariya) નામના બે શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Surat_mla-rouaf

Advertisement

પ્રભાવ પાડવા માટે MLAનું બોર્ડ માર્યું

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ બંને શખ્સો કોઈ ધારાસભ્ય નથી, પરંતુ માત્ર રસ્તો રોકવા કે લોકો પર પ્રભાવ પાડવા માટે જ કાર પર 'MLA' લખેલું બોર્ડ લગાવીને ફરતા હતા. ગુજરાતમાં કડક દારૂબંધી (Prohibition in Gujarat) હોવા છતાં, આ રીતે નકલી હોદ્દાનો ઉપયોગ કરી નશો કરવો તે ગંભીર ગુનો છે. ઉત્રાણ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર કબજે કરી છે. આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે કે કઈ રીતે સામાન્ય લોકો રાજકીય ઓળખનો ખોટો સહારો લઈને ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે.

આ પણ વાંચો: Bihar Cabinet: બિહારમાં 7 મેના રોજ થશે મંત્રીમંડળનું વિસ્તરણ, PM મોદી આપશે ખાસ હાજરી

Tags :
Advertisement

.

×