Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી તરફથી પ્રોબેશનલ કલેકટરો આવ્યા અંબાજી મંદિરના દર્શને

અહેવાલ - શક્તિસિંહ રાજપૂત, અંબાજી  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.  તાજેતરમાં નવરાત્રી પર્વ હેમ ખેમ રીતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિરમાં માઇ ભક્તો અને વીઆઈપી લોકો...
લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી તરફથી પ્રોબેશનલ કલેકટરો આવ્યા અંબાજી મંદિરના દર્શને
Advertisement
અહેવાલ - શક્તિસિંહ રાજપૂત, અંબાજી 
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.  તાજેતરમાં નવરાત્રી પર્વ હેમ ખેમ રીતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિરમાં માઇ ભક્તો અને વીઆઈપી લોકો હજુ પણ દર્શન કરવા આવી રહ્યા છે.  ત્યારે આજે સાંજે અંબાજી મંદિરમાં દિલ્હી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી તરફથી પ્રોબેશનલ કલેકટર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતના અંબાજી ખાતે દેશના 32 પ્રોબેશનલ આઇએએસ અધિકારીઓ આવ્યા હતા.
અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને મહારાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બનાસ ડેરી ખાતે ત્રણ દિવસ ડેરી અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યક્રમ માંથી સમય કાઢીને આ અધિકારીઓ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. ગુજરાતના મિલ્ક ફેડરેશન પાલનપુર બનાસ ડેરી ખાતે વીજીટ પર 70 જેટલા આઇએએસ પ્રોબેશનલ અધિકારીઓ આવ્યાં છે.
અંબાજી ખાતે 32 જેટલા આઇએએસ તાલીમાર્થી અધિકારીઓ માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા. બનાસ ડેરીના વિજીટ બાદ અમુલ આણંદની મુલાકાત કરશે, આ અધિકારીઓ 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પીએમ નરેન્દ્ર મોદી સાથે 70 આઈએએસ અધિકારીઓ મુલાકાત કરશે. 30 ઓક્ટોબરે પીએમ મોદી અંબાજીની મુલાકાત કરશે. અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ આવેલા તમામ આઇએએસ અધિકારીનું સન્માન કર્યુ અને મોહનથાળ ચીકીનો પ્રસાદ આપ્યો હતો. પ્રોબેશનલ આઈએએસ અધિકારીઓએ કહ્યું કે ગુજરાતના લોકો મીઠા હોય છે અને અમને અહીંનું ભોજન ખૂબ સારું લાગ્યું અને આ મીઠાશ આખા ગુજરાતને જોડી રાખશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×