Surat Police ની અસામાજિક તત્વો સામે લાલ આંખ, વધુ એક આરોપીનું જાહેરમાં કાઢ્યું સરઘસ
- મારામારીના ગુનામાં ઝડપાયેલા આરોપીને ભણાવ્યો પાઠ
- કાયદાનો પાઠ ભણાવી સ્થાનિક વિસ્તારમાં કાઢ્યું સરઘસ
- આરોપી વિરુદ્ધ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે
Surat: સુરતમાં અત્યારે ક્રાઇમની ઘટનાઓ વધી હોય તેવું લાગી રહ્યું છે. જો કે, તેની સામે પોલીસ પણ કાર્યવાહી કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મારામારીના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીનું શહેરમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. સુરત પોલીસે મારામારીના ગુનામાં ઝડપાયેલા આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.
આ પણ વાંચો: Gujarat: હવામાન વિભાગે ઠંડીને કરી આગાહી, ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષાથી ગુજરાત ઠૂંઠવાશે!
આરોપી પર હત્યા અને મારામારી સહિત અન્ય ગુનાઓ નોંધાયેલા છે
નોંધનીય છે કે, આરોપીને કાયદાનો પાઠ ભણાવીને સ્થાનિક વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. વિગતે વાત કરવામાં આવે તો, આરોપી સૂર્યપ્રતાપ ઉર્ફે ગોલુ અગાઉ હત્યા અને મારામારી સહિત અન્ય ગુનાઓનો આરોપી છે. એટલે આ આરોપી ઉપર અનેત ગુનો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યાં છે. અત્યારે પોલીસે જ્યાં સ્થાનિક વિસ્તારમાં જાહેરમાં ગુંડાગર્દી કરી ફરાર આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે. જેના કારણે અન્ય ગુનેગારોમાં પણ ભયનો માહોસ સર્જાશે અને તેઓ ક્રાઇમ કરતા પહોલા વિચાર કરશે.
આ પણ વાંચો: VADODARA : "કાયદો અને વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન તૈયાર કરાશે" - પોલીસ કમિશનર
પોલીસે આરોરીને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું
સ્વાભાવિક છે કે, ગુનેગારો અને અસમાજિક તત્વોમાં પોલીસનો ડર હોવો જોઈએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે, અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહેતો નથી અને તેઓ જાહેરમાં કાયદાનો ભંગ કરતા હોય છે. જોકે પોલીસ દ્વારા વારંવાર આવા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે, પણ છતાં એવા રિઢા ગુનેગારો છે તેમને કોઈ ફરક પડતો નથી. પરંતુ મહત્વની વાત એ છે કે, સુરત પોલીસે વધુ એક આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને તેને કાયદાનું ભાન કરાવ્યું છે.
આ પણ વાંચો: Dahod : પોલીસને મોટી સફળતા, રીઢા ગુનેગારોને ઝડપ્યા, 7.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો